ગુપ્તચર સૂત્રો કહે છે કે બે કમાન્ડરોને પણ મુક્ત કરવામાં આવ્યા હતા; સરકારે અપહરણકારોને ખંડણી પર પ્રતિબંધ મૂકવાના કાયદાનો ઉલ્લેખ કરીને ચુકવણીનો ઇન્કાર કર્યો હતો
(એજન્સી) તા.૨૪
નાઇજીરીયાની સરકારે નવેમ્બરમાં કેથોલિક શાળામાંથી અપહરણ કરાયેલા ૨૩૦ બાળકો અને સ્ટાફને મુક્ત કરવા માટે બોકો હરામના આતંકવાદીઓને લાખો ડોલરની ‘મોટી’ ખંડણી ચૂકવી હતી. ગુપ્તચર સૂત્રોએ AFPને જણાવ્યું કે, સોદાના ભાગ રૂપે બે બોકો હરામ કમાન્ડરોને પણ મુક્ત કરવામાં આવ્યા હતા, જે અપહરણકારોને ચૂકવણી પર પ્રતિબંધ મૂકતા દેશના પોતાના કાયદાની વિરૂદ્ધ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પૈસા હેલિકોપ્ટર દ્વારા બોકો હરામના ગઢ, કેમરૂન સાથે સરહદ પર આવેલા ઉત્તરપૂર્વીય બોર્નો રાજ્યમાં ગ્વોઝા પહોંચાડવામાં આવ્યા હતા અને તે વિસ્તારના આતંકવાદી કમાન્ડર અલી ન્ગુલ્ડેને પહોંચાડવામાં આવ્યા હતા. દૂરના વિસ્તારમાં સંદેશાવ્યવહારના અભાવને કારણે, ન્ગુલ્ડેને ૧૦૦ બાળકોના પહેલા જૂથને મુક્ત કરવામાં આવે તે પહેલાં ખંડણીની ડિલિવરીની પુષ્ટિ કરવા માટે કેમરૂનમાં પ્રવેશ કરવો પડ્યો હતો. ૨૦૧૪ માં ચિબોકમાં ૨૭૬ મોટે ભાગે ખ્રિસ્તી છોકરીઓનું અપહરણ કર્યા પછી વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન કરનારા જેહાદીઓને ચૂકવણી કરવાનો નિર્ણય પણ યુએસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નારાજ કરે તેવી શક્યતા છે, જેમણે પોતાને દેશના ખ્રિસ્તીઓના રક્ષક તરીકે રજૂ કર્યા છે. નાઇજીરીયાના સરકારી અધિકારીઓએ ૨૧ નવેમ્બરના રોજ મધ્ય નાઇજર રાજ્યના પાપિરીમાં સેન્ટ મેરી બોર્ડિંગ સ્કૂલમાંથી ૩૦૦ જેટલા સ્કૂલના બાળકો અને સ્ટાફને ઉપાડી જનાર સશસ્ત્ર ગેંગને કોઈપણ ખંડણી ચૂકવવામાં આવી હોવાનો ઇન્કાર કર્યો છે. ઓછામાં ઓછા ૫૦ લોકો બાદમાં તેમના અપહરણકારોથી છટકી જવામાં સફળ રહ્યા હતા. સાદિકુ તરીકે ઓળખાતા કુખ્યાત જેહાદી પર ૨૦૨૨માં રાજધાની અબુજા અને કડુના વચ્ચેની ટ્રેન પર થયેલા અદભુત બંદૂક અને બોમ્બ હુમલાનું નેતૃત્વ કરવાની પણ શંકા છે, જેમાં બેંકરો અને સરકારી અધિકારીઓ સહિત અનેક શ્રીમંત મુસાફરો માટે ખંડણીમાં મોટી ચૂકવણી પણ કરવામાં આવી હતી. નાઇજીરીયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) નુહુરિબાડુની આગેવાની હેઠળ બે અઠવાડિયાની વાટાઘાટો પછી સેન્ટ મેરીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં સરકારે કોઈ ખંડણી ચૂકવવાનો આગ્રહ રાખ્યો ન હતો. જોકે, વાટાઘાટોથી પરિચિત ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓને પાછા મેળવવા માટે ‘મોટી’ ખંડણી ચૂકવી હતી. એક સ્ત્રોતે કુલ ખંડણી પ્રતિ વ્યક્તિ ૪૦ મિલિયન નાયરા – કુલ $7 મિલિયન બતાવી હતી. બીજા સ્ત્રોતે આ આંકડો બે અબજ નાયરા ઓછો બતાવ્યો હતો. નાઇજીરીયાની રાજ્ય સુરક્ષા સેવાએ કોઈપણ પૈસા ચૂકવવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા કહ્યું કેઃ ‘સરકારી એજન્ટો ખંડણી ચૂકવતા નથી.’ પરંતુ એક પ્રવક્તાએ કહ્યું કે જો કોઈ પરિવાર તેમના સંબંધીઓને મુક્ત કરવા માંગે છે, તો કોઈ તેમને પૈસા ચૂકવતા રોકી શકે નહીં. બોકો હરામ, જેણે ૨૦૦૯થી લોહિયાળ બળવો કર્યો છે, તે ઉત્તરપૂર્વ નાઇજીરીયામાં સૌથી મજબૂત છે. પરંતુ મધ્ય નાઇજર રાજ્યમાં એક સેલ પણ સાદિકુના નેતૃત્વ હેઠળ કાર્યરત છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યની રાજધાની મિન્નાથી ૩૭૦ કિલોમીટર દૂર બોર્ગુ શહેર નજીક એક શિબિરમાં તેની ગેંગે આ બાળકોને રાખ્યા હતા. ૨૦૨૨માં નાઇજીરીયાએ ખંડણી ચૂકવણીને ગુનાહિત બનાવતો કાયદો પસાર કર્યો, જેમાં ૧૫ વર્ષ સુધીની જેલની સજાનો સમાવેશ થાય છે. લાગોસ સ્થિત કન્સલ્ટન્સી જીમ્સ્ ઇન્ટેલિજન્સ દ્વારા તાજેતરના અહેવાલ મુજબ, આ કટોકટી ‘એક માળખાગત, નફા-શોધક ઉદ્યોગમાં એકીકૃત થઈ ગઈ છે’ જેણે જુલાઈ ૨૦૨૪ અને જૂન ૨૦૨૫ વચ્ચે લગભગ ઇં૧.૬૬ મિલિયન એકત્ર કર્યા છે. સશસ્ત્ર જૂથો અને ગુનેગારો એવા દેશમાં ઝડપી રોકડ કમાવવા માટે અપહરણ કરે છે જ્યાં લાખો લોકો અસમાનતામાં ગૂંગળામણ વચ્ચે ગરીબીમાં જીવે છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ સામૂહિક અપહરણ અને હાઇ-પ્રોફાઇલ બંધકોના અન્ય પીડિતોને બચાવવા માટે પણ ખંડણી ચૂકવી છે. ડિસેમ્બર ૨૦૨૦માં, કાટસિના રાજ્યના અધિકારીઓએ કાંકારા શહેરની એક બોર્ડિંગ સ્કૂલમાંથી અપહરણ કરાયેલા ૩૪૦ સ્કૂલના બાળકોને છોડાવવા માટે ૩૦ મિલિયન નાયરા (તે સમયે ઇં૭૮,૦૦૦ની સમકક્ષ) ચૂકવ્યા હતા. હુમલાનો મુખ્ય સૂત્રધાર, જે ડાકુ ચીફ અવ્વલુન દૌદાવાએ, મધ્યસ્થી સાથેની ફોન વાતચીતના લીક થયેલા રેકોર્ડિંગમાં ચુકવણીની પુષ્ટિ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રિબાડુના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ઘણી વખત પૈસા આપ્યા વિના ડાકુઓથી પીડિતોને મુક્ત કરાવ્યા છે. રાજ્યના અન્ય એક સુરક્ષા પ્રવક્તાએ સેન્ટ મેરીના વિદ્યાર્થીઓ માટે ખંડણી હેલિકોપ્ટર દ્વારા દેવામાં આવી હોવાના વિચારને ‘બનાવટી સમાચાર’ ગણાવ્યા હતા. પરંતુ અપહરણગ્રસ્ત ઉત્તરપશ્ચિમ રાજ્ય ઝામફારાના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે એવું કોઈ પણ રીતે શક્ય નથી કે ડાકુઓ તેમના અપહરણ કરાયેલા લોકોને સરકારને બદલામાં ચૂકવણી કર્યા વિના છોડી શકે. આપણે બધા જાણીએ છીએ તે વાતનો સરકાર ઇન્કાર કરી રહી છે કે જ્યારે શાળાના બાળકો અને ઉચ્ચ પ્રોફાઇલ પીડિતો સંડોવાયેલા હોય ત્યારે તે ખંડણી ચૂકવે છે. કેટલાક કિસ્સાઓમાં, સુરક્ષા કર્મચારીઓ અપહરણકારોને ખંડણી પહોંચાડવામાં મધ્યસ્થી તરીકે કામ કરે છે. તાજેતરની એક ઓનલાઈન અપીલમાં દક્ષિણ-પશ્ચિમ નાઇજીરીયાના એક પરંપરાગત વડાનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો જેનું નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાં તેમના અપહરણકારો દ્વારા માંગવામાં આવેલા ઇં૧૧,૪૦૦ એકત્ર કરવા માટે દાન માંગવામાં આવ્યું હતું.