(એજન્સી) બેજિંગ, તા. ૩૧
ચીને બ્રહ્મપુત્રાનું પાણી શિયાનજિંગ તરફ વાળવા ૧૦૦૦ કિમી લાંબી સુરંગ બાંધવાની ખબરને ખોટી અને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી છે. એવી ખબર હતી કે ચીન તેના શિનજિયાંગ પ્રાંતના ઉજ્જડ વિસ્તારમાં પાણી પહોંચતું કરવા માટે બ્રહ્મપુત્રા નદીનુ પાણી વાળવા માટે ૧,૦૦૦ કિલી લાંબી સુરંગ બાંધી રહી છે.હોંગકોંગની સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે સોમવારે કહ્યું હતું કે ચીનના એન્જિનિયર દુનિયાની સૌથી લાંબી સુરંગ બનાવવા માટે તકનીકીની ચકાસણી કરી રહ્યા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે મીડિયાના સવાલનો જવાબ આપતાં કહ્યું કે આ ખબર સાચી નથી અને તે સંપૂર્ણપણે ખોટી છે. તેમણે કહ્યું કે સીમા પાર નદીના સહયોગ પર સંપૂર્ણ રીતે કાયમ છે. રિપોરટમાં કહેવામાં આવ્યું હતું કે નદીના પાણીને તિબેટના સંગિરિ વિસ્તારમાંથી શિનજિયિંગ પ્રાંતના ઉજ્જડ વિસ્તારમાં વાળવામાં આવશે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીની એન્જિનિયરોને ટાંકીને લખ્યું કે આ યોજના માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યાં છે. માર્ચ ૨૦૧૮ માં તેને આગળ વધારવાની યોજના છે. ચીને ભારત અને બાંગ્લાદેશને ખાતરી આપી છે કે તેના ડેમો પાણીના સંઘરા માટે બનાવવામાં આવ્યાં નથી. રિપોર્ટ અનુસાર ચીને બ્રહ્મપુત્રાના પાણીને તિબેટના યાર્લંગ નદીમાંથી શિનજિંયાગ પ્રાંતના ઉજ્જડ વિસ્તાર તરફ વાળવામાં આવશે. જોકે ચીને આ ખબરને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. બ્રહ્મપુત્રા નદી પર ચીન દ્વારા બાંધવામાં આવી રહેલા ડેમ અંગે ભારત અને બાંગ્લાદેશે ચિંતા સમક્ષ ચિંતા પ્રગટ કરી છે. તો ચીને પણ આ ડેમનો ઉપયોગ પાણીના સંઘરા માટે નથી તેવું કહીને બન્ને દેશોને આશ્વાસન આપ્યું હતું.