Site icon Gujarat Today

બ્રિટનના સાંસદોએ ઈઝરાયેલ પર પ્રતિબંધ અને પેલેસ્ટીનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની માંગ કરી

(એજન્સી) તા.૧૬
બ્રિટીશ હાઉસ ઓફ કોમન્સમાં પેલેસ્ટીની અને તેની દુર્દશાના સંબંધમાં અવાજ ઉઠી રહ્યો છે, જેમાં અનેક સાંસદોએ નવા નિયુકત વિદેશ સચિવ ડેવિડ લેમીને માંગ કરી છે કે તે જાયોની શાસનની સાથે સંબંધ સમાપ્ત કરે અને એક પૃથક પેલેસ્ટીની રાજયને માન્યતા આપે. લેમીને સંબોધિત એક સંયુકત પત્રમાં સાંસદોએ ગાઝામાં શહીદોની મોટી સંખ્યા અને નવ મહિનાથી વધુ સમયથી ઈઝરાયેલના બોમ્બમારા અને ગોળીબાર અભિયાનના કારણે ત્યાં ભયાવહ માનવીય સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને જાયોની નેતાઓની વિરૂદ્ધ પ્રતિબંધો અને આ શાસનની સાથે હથિયારોના સહયોગને રોકવાનું આહવાન કર્યું. અમે આ પત્ર પર હસ્તાક્ષર કરનારા મતદાતાઓ દ્વારા ગાઝામાં વર્તમાન ભયાવહ સ્થિતિ વિશે પોતાની ચિંતાઓને સંબોધિત કરવા માટે ચૂંટાયા છે. જેને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે સંભવિતઃ નરસંહારનો મામલો બનાવ્યો છે. પૂર્વ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિન દ્વારા પોતાના એકસ સોશિયલ નેટવર્ક પર પોસ્ટ કરવામાં આવેલા પત્રની એક નકલનો હવાલો આપતા ઈરનાની સોમવારે રાતના રિપોર્ટ મુજબ કોર્બિને લખ્યું કે હું અન્ય સ્વતંત્ર સાંસદોની સાથે મળીને વિદેશ સચિવને પત્ર લખીને તેમને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સરકારની ફરજોની યાદ અપાવી છે. તેમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની ધરપકડ વોરન્ટ માટે આઈસીસીની અરજી પર કોઈપણ કાયદાકીય પડકારોને છોડવા સામેલ છે.

Exit mobile version