મેચ ૧-૧થી બરાબર રહ્યા બાદ પેનલટી શૂટઆઉટમાં સાહસિક પીઢ ગોલકીપર શ્રીજેશની કરામતથી ભારતનો ૪-૨થી શાનદાર વિજય
નવી દિલ્હી, તા.૪
હવે એવું લાગે છે કે ઓલ્મિપિકમાં ભારત માટે ગોલ્ડ મેડલનો દાયકાઓ જૂનો લાંબો ઇન્તેજાર ખતમ થઈ શકે છે. રવિવારે પુરૂષ હોકી ટુર્નામેન્ટમાં દિલઘડક કવાર્ટર ફાઈનલના જંગમાં ભારતે ગ્રેટબ્રિટેનને ૪-૨થી પેનલ્ટી શૂટઆઉટમાં પરાજિત કરીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. રવિવારે ભારતે કવાટર ફાઈનલમાં શાનદાર રમત બતાવી હતી ૪૦મી મિનિટે ભારતના અમિત રોહીદાસને મેદાનની બહાર બેસવું પડ્યું હતું છતાં ૧૦ સભ્યોની ભારતીય ટીમે હિંમત ગુમાવ્યા વિના લડત ચાલુ રાખી હતી. મેચ ૧-૧થી બરાબરી પર રહી હતો આથી પેનલટી શૂટઆઉટ થતા ભારતે ગોલકીપર શ્રીજેશના ભવ્ય ગોલકીપિંગને કારણે ભારતનો ૪-૨થી વિજય થયો હતો. ૧૦ સભ્યો થઈ ગયા હોવા છતાં બ્રિટનના આક્રમણને બહાદુરીથી પાછું ઠેલી રાખ્યું હતું. ભારત તરફથી સૌ પહેલા હરમનપ્રીત સિંઘે ૨૨મી મિનિટે શાનદાર ગોલ કરીને ટીમને આગળ મૂકી હતી પણ થોડી જ વાર એટલે કે ૨૭મી મિનિટે બ્રિટનના લી મોરટને ગોલ કરી બરાબરી કરી દીધી હતી આથી મેચનો ફેંસલો કરવા પેનલટી શૂટઆઉટ લેવો પડ્યો હતો જેમાં શ્રીજેશની લોખંડની દીવાલ જેવી ગોલકીપિંગ સામે બ્રિટન લાચાર થઈ ગયું હતું. ભારત પરફથી પેનલ્ટીમાં હરમન પ્રિત, સુખજિત સિંધ, લલિત ઉપાધ્યાય અને રાજકુમાર પાલે ગોલ કર્યા હતા અને દબદબા સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું હતું. ? હવે બીજી મેચમાં ભારતનો મુકાબલો જર્મની અથવા સ્પેન સાથે થશે એટલે ભારત હવે ગોલ્ડથી માત્ર બે ડગલાં દૂર છે.