બ્રેડની અછતને કારણે સુદાનમાં વધુ લોકો ભૂખમરાનો ભોગ બની શકે છે

 

૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઇજિપ્તના કૈરો શહેરમાં એક ઇજિપ્તીયન વ્યક્તિ બેકરીમાંથી પરંપરાગત બ્રેડ ખરીદી રહ્યો છે, કાળા સમુદ્ર (Black Sea) માર્ગે થતી અનાજની નિકાસ અને લાલ સમુદ્ર (Red Sea)ના જળમાર્ગોમાં અવરોધો આવવાને કારણે ઘઉંની આયાત કરનારાઓ માટે ખર્ચમાં વધારો થયો છે

 

એજન્સી) ખાર્તુમ, તા.૫
સુદાનમાં ચાલી રહેલા અવિરત યુદ્ધને લગભગ સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે. આ સમયગાળામાં વધતી જતી મોંઘવારી અને સ્થાનિક ચલણના મૂલ્યમાં થયેલા ભારે ઘટાડાને કારણે, સવસાન મહમૂદ જેવા લોકો માટે રોજીંદા જીવનની સૌથી પાયાની જરૂરિયાત — બ્રેડ — ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. રાજધાની ખાર્તુમમાં મોટાભાગની બેકરીઓ ઘઉંના વધતા ભાવો અને ઈંધણની અછતને કારણે બંધ થઈ ગઈ છે. ૪૪ વર્ષીય મહમૂદ જણાવે છે કે, હવે તે અને તેના પતિ બંનેનો સંયુક્ત પગાર માત્ર બ્રેડ ખરીદવા પાછળ જ ખર્ચાઈ જાય છે. ત્રણ બાળકોની માતા મહમૂદે કહ્યું, “પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે. અમે બ્રેડનો વપરાશ ઘટાડી દીધો છે અને હવે દિવસમાં માત્ર એક જ વાર ભોજનમાં બ્રેડ લઈએ છીએ.” “અમારે બ્રેડ ખરીદવા માટે દર મહિને ૯,૦૦,૦૦૦ પાઉન્ડ (ઇં૮૮) અલગ રાખવા પડે છે. આ રકમ લગભગ મારા અને મારા પતિના સંયુક્ત પગાર જેટલી જ છે.” ખાર્તુમમાં એક બ્રેડ (લોફ)ની કિંમત છેલ્લા એક સપ્તાહમાં ૨૫૦ સુદાનીઝ પાઉન્ડથી વધીને ૫૦૦ સુદાનીઝ પાઉન્ડ થઈ ગઈ છે, એટલે કે કિંમત બમણી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ દેશમાં દુષ્કાળ ફેલાવાની ચેતવણી આપી છે. દેશના કેટલાક ભાગોમાં તો પહેલેથી જ દુષ્કાળ જાહેર થઈ ચૂક્યો છે, જ્યારે લગભગ ૨ કરોડ (૨૦ મિલિયન) લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. રાજધાનીમાં હજુ પણ કાર્યરત ગણતરીની બેકરીઓમાંથી એકમાં, અબીર મોહમ્મદે ફરિયાદ કરતા કહ્યું, “અમે પહેલાં અમારા રોજિંદા દરેક ભોજન સાથે બ્રેડ ખાતા હતા; હવે અમે તેમ કરી શકતા નથી.” સુદાન તેના મોટાભાગના ઘઉંની આયાત કરે છે, જેના કારણે સ્થાનિક ચલણનું મૂલ્ય ઘટતા ઘઉંના ભાવો પર તેની સીધી અસર પડે છે. છેલ્લા એક મહિનામાં, સુદાનીઝ પાઉન્ડનું મૂલ્ય ડોલરની સામે લગભગ ૨૫ ટકા ઘટ્યું છે. બુધવારે તેમાં થોડો સુધારો થઈને તે ૧૦,૨૦૦ પાઉન્ડ પ્રતિ ડોલરની આસપાસ પહોંચ્યું હતું, પરંતુ તે પહેલાં તે ૧૦,૫૦૦ પાઉન્ડ પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું હતું. વર્ષ ૨૦૨૩માં, જ્યારે અર્ધલશ્કરી દળ ‘રેપિડ સપોર્ટ ફોર્સીસ’ (ઇજીહ્લ) અને સેના વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, ત્યારે એક ડોલરનું મૂલ્ય ૫૦૦ સુદાનીઝ પાઉન્ડ હતું. ખાર્તુમમાં મોહમ્મદ અલ-ફતેહની બેકરીમાં, કામદારો લોટ, પાણી અને યીસ્ટ ભેગા કરીને ઘટ્ટ કણક તૈયાર કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓએ આ કણકમાંથી ગોળ રોટલીઓ બનાવી અને લાકડાના લાંબા સાધનોની મદદથી તેને ઓવનમાં મૂકી. થોડી જ મિનિટોમાં, આ કણક પરંપરાગત રોટલીમાં ફેરવાઈ જાય છે, જે સુદાનીઝ ભોજનનો એક અનિવાર્ય હિસ્સો છે. ફતેહે કહ્યું, “બજારમાં લોટ ન હોવાને કારણે ઘણી બેકરીઓ બંધ થઈ ગઈ છે.” તેમણે વધુમાં ઉમેર્યુંઃ “તમે વિતરણ કેન્દ્ર પર આખો દિવસ કે બે દિવસ વિતાવી શકો છો, તેમ છતાં તમારે ખાલી હાથે પાછા ફરવું પડે છે.” ખાર્તુમના દક્ષિણ વિસ્તાર ‘અલ-અઝહરી’માં, મુતવકિલ અહેમદ બાબિકર લોટના ભાવ બમણા થઈ ગયા પછી પોતાની બેકરી ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે “વીજળી કાપ” તરફ પણ ઈશારો કર્યો, જેના કારણે “અમારે જનરેટર ચલાવવા માટે ઈંધણ ખરીદવું પડે છે.” તેમણે કહ્યું, “સંભવતઃ મારે બેકરી બંધ કરવી પડશે.” “અમે એક રોટલી ૫૦૦ પાઉન્ડમાં વેચીએ છીએ, જે તેની પડતર કિંમત કરતાં પણ ઓછી છે; પરંતુ લોકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને હું કિંમત વધારી શકતો નથી.” ખાર્તુમ અને પૂર્વી સુદાનના કેટલાક વિસ્તારોમાં પાવર સ્ટેશનો પર વારંવાર થયેલા ડ્રોન હુમલાઓને કારણે મોટા પાયે વીજળી ગુલ થઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks