(એજન્સી) લખનૌ, તા.૬
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હજ હાઉસ સમિતિની દિવાલોને ભગવા રંગથી રંગવામાં આવી હતી. જો કે સોશિયલ મીડિયા પર ફોટાઓ વાયરલ થયા બાદ સમિતીની બાઉન્ડ્રી વોલને ફરીથી જૂના રંગથી રંગવામાં આવી છે. એટલુ જ નહી આ મામલે હજ સમિતિના સચિવ આર.પી. સિંહે ઠેકેદારને જવાબદાર ગણાવ્યા છે. ઉત્તરપ્રદેશ રાજ્ય હજ સમિતિના સચિવ આર.પી.સિંહે એક પત્ર દ્વારા જણાવ્યું કે, હજ સમિતિ દ્વારા વિધાનસભા માર્ગ સ્થિત ઉત્તર પ્રદેશ રાજ્ય હજ સમિતિ કાર્યાલયને રંગવાનું કામ ઠેકેદારને આપવામાં આપવામાં આવેલ. નિર્દેશ અનુસાર કરવામાં આવ્યા હતા. સચિવ આર.પી.સિંહે લખ્યું કે ઘટનાનું નિરીક્ષણ કરવા પર નોંધવામાં આવ્યું કે જે રંગ બાઉન્ડ્રી વોલ પર કરવા માટે કહેવામાં આવ્યુંં હતું તેમાં રંગને ઘાટો કરી દેવામાં આવ્યો. જે નિર્દેશોની વિરૂદ્ધ હતો. આને તત્કાલિક ધ્યાનમાં લઈ નિર્દેશો અનુસાર કાર્યમાં સુધારા કરવા માટે કહેવામાં આવ્યું. આ મામલે ઠેકેદાર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે શુક્રવારે સવારે લખનૌ સ્થિત હજ હાઉસની દિવાલોને ભગવા રંગથી રંગી નખાઈ હતી. ભગવો રંગ હિન્દુત્વનું પ્રતિક માનવામાં આવે છે અને કેટલાક લોકો આને આર.એસ.એસ.થી જોડીને પણ જુએ છે.