ભગીની સંસ્થાના કાર્યકરોની ગુંડાગર્દી : રિવરફ્રન્ટ ઉપર પ્રેમી-પંખીડાઓને ભગાડ્યા

અમદાવાદ, તા.૧૪
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરતાં પ્રેમી-પંખીડાઓને બજરંગદળ સહિતના કેટલાક સંગઠનોના કાર્યકરોએ વેલેન્ટાઈન-ડેનો વિરોધ કરી સવાયા પોલીસ બનીને કાયદો હાથમાં લઈને કેસરી રંગના દંડાથી પ્રેમી-પંખીડાઓને ભગાડયા હતા. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય પાલન થતું હોવાના અને સુરક્ષિત ગુજરાતના દાવા વચ્ચે ગુજરાત પોલીસની ઉદાસીનતાને લીધે જ આવા તત્ત્વો કાયદો હાથમાં લે છે કેમ કે ? જો કે પ્રેમી-પંખીડાઓને જાહેર સ્થળ ઉપરથી ભગાડવાનો પાવર ભગીની સંસ્થાના કાર્યકર્તાઓને કોણે આપ્યો ? તેવો સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરવા માટે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બેઠેલા કપલોને બજરંગદળના કાર્યકરો દ્વારા ભગાડવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. બુધવારે સવારના સમયે હાથમાં કેસરી રંગના દંડા અને પાઈપો લઈને બાઈકો ઉપર આવી પહોંચેલા બજરંગદળ સહિતના સંગઠનોના કાર્યકરોએ પ્રેમી-પંખીડાઓને રીતસરના દોડાવ્યા હતા. જો કે, વેલેન્ટાઈન-ડેને લઈને કોઈ માથાકૂટ થાય નહીં તે માટે સવારથી જ રિવરફ્રન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ પોલીસને થાપ આપીને કાર્યકરો જૂના વાડજ રિવરફ્રન્ટ રોડ પરથી ટુ-વ્હીલર વાહનો લઈ રિવરફ્રન્ટ ઉપર આવ્યા હતા અને પ્રેમી-પંખીડાઓને દંડા વડે ધમકાવીને રીતસરના દોડાવ્યા હતા. જેમાં કેટલાક પ્રેમીઓ પોતાની પ્રેમિકાઓને મૂકીને પણ ભાગવું પડ્યું હતું. ત્યારે રિવરફ્રન્ટ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે કાયદો હાથમાં લઈને ગુંડાગર્દી કરનારા બજરંગદળ સહિતના સંગઠનોના ૧પ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks