ભડિયાદ જતાં શ્રદ્ધાળુઓની રિક્ષા ધોળકા નજીક પલ્ટી ખાતાં ૩ ઘાયલ

ધોળકા, તા.ર૩
અમદાવાદ-ધોળકા હાઈવે પર સરોડા નજીક માલસમાન ભરેલી રિક્ષા પલ્ટી ખાતાં અમદાવાદથી ભડિયાદ પગપાળા જતાં ત્રણ પદયાત્રીઓ ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે વાર્ષિક ઉર્સ નિમિત્તે અમદાવાદથી ભડિયાદ સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ ચાલતા જાય છે. અમદાવાદના વતની સાબીર ગફુરભાઈ સૈયદ, યુસુફભાઈ તથા ફખરૂન્નીશા ગફુરભાઈ સૈયદ અમદાવાદથી ભડિયાદ જઈ રહ્યા હતા ત્યારે ધોળકા નજીક સરોડા ખાતે આવેલા એસ્સાર પેટ્રોલપંપ નજીક માલસામાન ભરેલી તેમની રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સાબીરભાઈ સૈયદના પગમાં ફ્રેક્ચર થયું છે. યુસુફભાઈને બેઠો માર વાગ્યો છે જ્યારે ફખરૂન્નીશા ગફુરભાઈ સૈયદના એક કાનની બૂટ કપાઈ ગઈ છે. આ બનાવની જાણ થતાં ધોળકા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ લઈને પાયલોટ વનરાજસિંહ તથા ઈએમટી નીતિન ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને ધોળકાની કલીકુંડ જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ વી.એસ. હોસ્પિટલમાં રિફર કરેલા. ભડિયાદ ઉર્સ કમિટીના ઉપપ્રમુખ ઈસ્માઈલભાઈ લકીવાલાએ ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સંજય પટેલને જાણ કરતા તાબડતોબ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મોકલી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks