ભરૂચ જિલ્લામાં ઘોડાપૂરથી ૬પ૦૦થી વધુનું સ્થળાંતર : નર્મદાડેમની ૧૩ર.૯૯ ફૂટ સપાટી

 

ભરૂચ, તા.૧
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાંથી ૧૨ લાખ ક્યુસેક સુધી પાણી છોડાતા નર્મદા નદીમાં સતત ત્બીજા વર્ષે ઘોડાપુર આવતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૦૮ ગામને એલર્ટ કરાયાં હતા. ભરૂચમાં ભયંકર પૂરના મંગળવારે ત્રીજા દિવસે ગોલ્ડનબ્રિજે નર્મદાના નીર ૫૦ વર્ષમાં ૭ મી વખત ૩૪.૯૩ ફૂટે સ્પર્શી ગયા હતા. જે બાદ સપાટી ઘટતા બપોર સુધીમાં ૩૪.૭૬ ફૂટે સ્થિર થઈ હતી. નર્મદા નદીએ ૩૪ ફૂટની સપાટી વતાવતા ભરૂચ જિલ્લાના ૩ તાલુકાના ૬૬૯૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જુના ભરૂચમાં ફુરજા બંદર, દાંડિયાબજાર, ચાર રસ્તામાં પુરના પાણી ફરી વળતા નાવડીઓ ફરતી થઈ ગઈ છે.
પૂરના પ્રતાપે શહેરમાં ૪૦૦ થી વધુ વેપારીઓની દુકાનો પાણીમાં ગરક થતા ભારે નુક્શાનીનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ, ઝઘડિયા અને અંકલેશ્વરમાં ૨૦૦૦૦ થી વધુ હેકટરમાં ખેતીને ભારે ફટકો પોહચ્યો છે.
સુપ્રીમ કોર્ટ પણ નર્મદા ડેમને તેની પૂર્ણ ઉંચાઈ ૧૩૮.૬૮ મીટર સુધી ભરવાની મજૂરી આપતા હવે ડેમના દરવાજા ધીમે ધીમે બંધ કરી જળસંગ્રહ કરશે. હાલ ડેમની સપાટી ૧૩૨.૯૯ મીટર છે ઉપર્વસમાંથી ૧૧૩૨૨૨૭ ક્યુસેક પાણીની આવક સામે ૧૧૩૧૮૨૭ ક્યુસેક જાવક થઈ રહી છે. પૂનમની ભરતીના કારણે હજી નદીની સપાટી ૧ફૂટ વધવાની શકયતા સેન્ટ્રલ વોટર કમિશને વ્યક્ત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks