ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહમદ પટેલની તંદુરસ્તી માટે મહામૃત્યુંજય જાપ કરાયો

 

ભરૂચ, તા.ર૦
રાજ્યસભાના સાંસદ અહમદ પટેલની તંદુરસ્તી માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ અને યક્ષનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્યસભાના સાંસદ અહમદ પટેલની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે જેને લઈને ભરૂચ જિલ્લાના કોંગ્રેસના તમામ તાલુકા મથકો તેમની તંદુરસ્તી જળવાય રહે તે માટે વિવિધ પ્રાર્થના તેમજ જાપ અને બંદગી કરવામાં આવી રહી છે.
ભરૂચના પનોતા પુત્ર અહમદ પટેલની તબિયત હાલ નાદુરસ્ત ચાલી રહી છે. દિલ્હી ખાતે તેમની ઘનિષ્ઠ સારવાર તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ અંકલેશ્વરના પનોતા પુત્ર હોવાથી અને જિલ્લામાં સતત વિકાસશીલ યોગદાન જોતાં સમગ્ર જિલ્લાની જનતામાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. નાદુરસ્ત પરિસ્થિતિની હાલતમાં તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ બની રહે તે ભાવ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાપ અને પ્રાર્થના સભામાં પ્રદેશમંત્રી રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ તેજપાલસિંગ સોકી, સદીપ માગરોલા, ધ્રુતા રાવલ સાથે કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી પ્રાર્થના અને બંદગી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks