ભરૂચ તાલુકાના ભુવા ગામ પાસે લૂંટ કરનાર શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૯
ભરૂચ તાલુકાના ભુવા ગામના પાટિયા પાસે દહેજની કંપનીમાંથી નોકરી કરી પરત આવતા ઈસમને લૂંટી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ઇસમોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રીના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ દહેજની ટોરેન્ટ ફાર્મા કંપનીમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા વિજય કુમાર ચંપકભાઈ પટેલ નોકરીએથી પરત આવતા ભુવા ગામના પાટિયા પાસે મોઢા ઉપર રૂમાલ બાંધેલા આઠેક યુવાનોએ કાકા ક્યાંથી આવો છો એમ કહી વિજય કુમારના ખિસ્સા ફંફોસવા લાગેલ અને ખિસ્સામાંથી ૨૬૦૦ રૂપિયા રોકડા તેમજ ક્રેડિટ કાર્ડ લૂંટી લઇ ચપ્પુ બતાડી કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ચારેય બાજુથી ઘેરો નાખી ઊભા રહેતા વિજય ભાઈના મિત્ર આવી જતા બૂમાબૂમ કરતા લૂંટારૂઓ મોટરસાયકલ લઇ ફરાર થયા હતા.
વિજય ભાઈના મિત્રએ ગામજનોને બોલાવી લૂંટારૂઓનો પીછો કરતા દશાન ગામ પાસેથી જેનિષ ભાઈ ઉર્ફે જેનું નરેશભાઈ મોદી ઉં.વ.૨૨ રહે મોદી નગર.હાંસોટ રોડ અંકલેશ્વર તેમજ જયદીપ ભાઈ ઉર્ફે ભયલુ મહેશભાઈ ગીમિયા વસાવા ઉં.વ.૧૭ રહે. મંગલમૂર્તિ સોસાયટી જૂના દિવા રોડ અંકલેશ્વરનાઓ પકડાઈ જતા સમગ્ર મામલા અંગે તાલુકા પોલીસ પહોંચી જતા પોલીસે આરોપીઓનો કબ્જો મેળવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks