(એજન્સી) તા.૧૧
કોરોનાના વધતા જોખમને રોકવા માટે દેશમાં લોકડાઉન જારી કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્યાં કેટલાંક એવા લોકો પણ છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન આડે હાથ કરી રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ કેટલાક નેતાગણ પણ આ મહામારીનો મજાક ઉડાવતા દેખાઈ રહ્યા છે.
કર્ણાટકના ભાજય ધારાસભ્ય એમ જયરામ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો મજાક ઉડાવતા જોવા મળ્યા. જયરામે તુમકુરની સરકારી સ્કૂલમાં પોતાના જન્મદિવસની પાર્ટી આપી જ્યાં ભારે સંખ્યામાં હાજર લોકોનું સ્વાગત બિરયાની ખવડાવીને કરવામાં આવ્યું. આ દરમ્યાન લોકોએ માસ્ક પહેરી રાખ્યા હતા પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગની કોઈ ચિંતા કરવામાં આવી નહતી ચોંકાવનારી વાત એ છે કે આ પાર્ટીમાં બાળકો પણ આવ્યા હતા. જો કે, વ્યંગ્યાત્મક વાત એ હતી કે, ધારાસભ્ય જેમણે સામાજિક અંતરના નિયમો તોડ્યા, તેઓ લોકોને વાયરસના ફેલાવા વિશે જાગૃત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમને ખબર નથી કે વાયરસ કેવી રીતે ફેલાય છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ ખૂબ જ જરૂરી છે. મહેરબાની કરીને ગરમ પાણીથી તમારા હાથને નિયમિત રીતે ધુઓ તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, તેઓ ગામના બધા લોકોને માસ્ક આપશે અને ગ્રામજનોને કોરોના વાયરસને ફેલાતો કઈ રીતે અટકાવાય એના વિશે જાણકારી આપી અને ગ્રામજનોને પણ આ માહિતી શેર કરવા કહ્યું હતું. આ ઘટનાની ટીકા કરતાં જેડીએસ નેતા નરસે ગૌડાએ કહ્યું કે, આ તેમનો પ૧મો જન્મદિવસ છે અને તેમણે આ સમયને સરળ રીતે અવલોકન કરવું જોઈએ તેઓએ પ૦૦થી વધુ લોકો માટે માંસાહારી ભોજનની વ્યવસ્થા કરી હતી અને સામાજિક અંતર પણ જાળવ્યું ન હતું.