અમરેલી, તા.૨
ધારી બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થનાર છે. ત્યારે તેના એક દિવસ અગાઉ ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાના ફોટા સાથે કમલમ્ બેંકના નામથી ખોટી નોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં લખાયેલ હતું. મેં ઈમાન બેચને વાલો કો સોલા કરોડ અદા કારને કા વચન દેતા હું તેમજ ભાજપના કમલના ફૂલ સાથેના ફોટાવાળી આ ખોટી નોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રમૂજ ફેલાયેલ છે. ભાજપના ઉમેદવારે કાકડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જીતવાની નથી અને મારી સામે બીજો કોઈ મુદ્દો નથી તેથી હાર ભળી ગયેલી છે. આ કામ કોંગ્રેસનું હોવાનું અને સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતનું કાવતરું હોવાનું જણાવ્યું હતું. આજે મતદાનના એક દિવસ અગાઉ ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાની કમલમ બેંકના નામ સાથે તેમના ફોટાવાળી ખોટી નોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતી. જે નોટોમાં કમળના ફોટા સાથે મેં ઈમાન બેચને વાલોકો સોલા કરોડ અદા કરને કા વચન દેતા હું જેવા લખાણ લખેલ નોટો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં રમૂજનું વાતવરણ ફેલાયેલ હતું. આ નોટમાં સાથે જે.વી. કાકડિયાનું નામ જયચંદ પણ લખેલ હતું. સોશિયલ મીડિયામાં આવી જુદી જુદી કલરની નોટો વાયરલ થતા સમગ્ર ભાજપમાં સન્નાટો છવાયેલ હતો,જયારે આ બાબતે ધારી ભાજપના ઉમેદવાર કાકડીયાને પુછતા તેવોએ જણવ્યું હતું કે કોંગ્રેસ હાર ભાળી ગયેલ છે મારૂં બીજું કઈ કરી શકે તેમ નથી એટલે આવું કર્યું છે, અગાઉ સાવરકુંડલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતને ૧૬ કરોડમાં વેચાયેલ હોવાનું નિવેદન કરવા સબબ નોટિસ મોકલી છે અને તેનો જવાબ પણ આપેલ નથી આ વાયરલ થયેલ રમૂજ નોટોમાં પણ તેનુંજ કામ હોવાનું કાકડીયાએ આક્ષેપ કર્યો હતો.