ભાજપ યુવા મોરચાના કાર્યકરને યુવતીએ સોશિયલ મીડિયામાં ઉધાડો પાડ્યો

(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૧૩
શહેરની યુવતીએ સોશ્યલ મીડીયામાં ભાજપ યુવા મોરચાના કાર્યકર ઉજ્જવલ ગજ્જરે મેસેજ કરીને પરેશાન કરતો હતો. જેથી યુવતીએ ભાજપનાં કાર્યકરે સોશ્યલ મીડીયા પર કરેલી પોસ્ટની તસ્વીરો સોશ્યલ મીડીયામાં મુકતા વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં ભાજપનો કાર્યકર યુવતીને હાઇ, હેલ્લો અને હાઉ આરયુ ના મેસેજ કરી પરેશાન કરતો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરમાં રહેતી યુવતીને ભાજપના યુવા મોરચના કાર્યકર ઉજ્જવલ ગજ્જર રોજ રાત્રે મેસેજ કરીને પરેશાન કરતો હતો. જેથી યુવતી હેરાન-પરેશાન થઇ ગઇ હતી. જેથી યુવતીએ આ યુવાનને સીધો કરવા યુવાને મોકલેલા સોશ્યલ મીડીયાના મેસેજનાં સ્કીનશોર્ટ સોશ્યલ મીડીયા પર મુકી ઉઘાડો પાડી દીધો હતો. જેમાં યુવતીએ ઉજ્જવલ હાઇ, હેલ્લો અને હાઉ આરયુ નો ખૂબ શોખ હોવાથી પોતાના તમામ મિત્રોને વિનંતી કરી હતી કે, ઉજ્જવલને હાઇ, હેલ્લો અને હાઉ આરયુ ના મેસેજ રાત્રે કરો. યુવતીએ મેસેજ મોકલનાર ઉજ્જવલને ઠપકો આપતા તેણે માફી માગી હતી. યુવતીને બ્લોક કરી દીધી હતી. આ યુવતીએ ગજ્જરે સોશ્યલ મીડીયા ઉપર કરેલા મેસેજ જાહેર કરતાં ભાજપ સહિત યુવાનોમાં ચકચાર મચી જવા પામી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts