(એજન્સી) સિરસીના, તા.૧૭
કર્ણાટકના દરિયાઈ વિસ્તારમાં આવેલા સિરસીના રાઘવેન્દ્ર મઠમાં કાર્યક્રમ આપવા માટે આવેલા પ્રકાશ રાજે ફરી એક વખત બીજેપીની પ્રવૃત્તિનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના સભ્યોએ આ કાર્યક્રમ બાદ સ્ટેજને ગૌમૂત્રથી સાફ કર્યું હતું, આ વાત પ્રકાશ રાજે પોતાના ટ્વીટર થકી શેર કરી હતી.
પ્રકાશ રાજે કન્નડ સાંસદ અને કેન્દ્રીય મંત્રી અનંત હેગડેની ટીકા કરી હતી. જે ટીકા ભાજપના કાર્યકરોથી સહન ન થતા તેમને કાયક્રમ બાદ સ્ટેજ ગૌમૂત્રથી સાફ કર્યું હતું. આ મામલે પ્રકાશ રાજે ભાજપના કાર્યકરોને પ્રશ્ન કર્યો હતો કે, શું દરેક વખતે કાર્યક્રમ પૂરો થયા બાદ આ રીતે ગૌમૂત્રથી સાફસફાઈ કરવા માટે આવશો ?
આ મુદ્દે યુવા નેતા વિશાલ મરાઠે કહ્યું હતું કે, જે સ્ટેજ પરથી પ્રકાશે ભાષણ આપ્યું હતું તે સ્ટેજ હવે શુદ્ધ થયું છે. એક બુદ્ધિજીવીએ ધાર્મિક પ્રતિષ્ઠાને અશુદ્ધ કરી છે હિંદુ દેવી-દેવતાની ગરિમાને ઠેસ પહોંચાડનાર અને બીફ ખાવા માટે પ્રોત્સાહિત કરનારાઓથી સ્ટેજ અશુદ્ધ થયું હતું. સમાજ ક્યારેય આ પ્રકારના અસામાજિક તત્ત્વોને ક્ષમા નહીં કરે.