ભાજપ સરકારમાં દેશના ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો : રાહુલ ગાંધી

(એજન્સી) મુંબઈ, તા.૧ર
અખિલ ભારતીય ખેડૂત સભાના નેતૃત્વમાં ૪૦,૦૦૦ ખેડૂતોની રેલી મુંબઈ પહોંચતા જ રાજકારણ ગરમાયું છે. અન્નદાતાઓની સ્થિતિ પર રાજનેતાઓએ આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને નિવેદનબાજી શરૂ કરી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોની દયનીય સ્થિતિને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે મોદી સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં દેશના ખેડૂતોને ન્યાય મળી રહ્યો નથી, વડાપ્રધાન માત્ર દેવા માફીની વાતો કરે છે પરંતુ ખેડૂતોને દેવામુક્ત તો કોંગ્રેસની સરકારે કરી છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, આ ખેડૂતો માત્ર મહારાષ્ટ્રના નથી, દેશના દરેક રાજ્યમાં ખેડૂતોની આ જ સ્થિતિ છે. આ સાથે રાહુલે કોંગ્રેસની સરકાર ખેડૂતોના સમર્થનમાં હોવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોનું આ આંદોલન સરકાર પાસે સંપૂર્ણ દેવા માફી, વીજળીમાં છૂટ અને પાકના યોગ્ય ભાવ નક્કી કરવાની માંગ સાથે ૬ માર્ચે નાસિકથી ર૦૦ કિમી પગપાળા યાત્રા કરીને મુંબઈ પહોંચ્યું હતું.
પરંતુ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોની માગણી પર અત્યારસુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ત્યારબાદ ભાજપ સરકારથી નાખુશ ખેડૂતોએ સોમવારે વિધાનસભા ઘેરવાનો નિર્ણય લીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks