ભાજપ હવે ૮૯૪ કરોડ રૂપિયા સાથે ભારતનો સૌથી અમીર પક્ષ : કોંગ્રેસ બીજા સ્થાને : ADRનો રિપોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમર્સ એડીઆર અને ચૂંટણી વોટના એક અહેવાલ મુજબ ભાજપની જાહેર સંપત્તીના મૂલ્યમાં વધારો નોંધાયો છે. ભાજપની જાહેર કરેલ ર૦૦૪-૦પમાં ૧રર.૯૩ કરોડ રૂપિયા હતી. જ્યારે ર૦૧પ-૧૬માં તે વધીને ૮૯૩.૮૮ કરોડ રૂપિયા વધી ગઈ. જ્યારે કોંગ્રેસ ર૦૦૪-૦પમાં ૧૬૭.૩પ કરોડની સંપત્તી જાહેર કરી હતી જે ર૦૧પ-૧૬માં વધીને ૭પ૮.૭૯ કરોડ થઈ ગઈ. ચૂંટણી વોચ દ્વારા એક પત્રકાર પરિષદમાં ચૂંટણીપંચ પહેલાં પાર્ટીઓની જાહેરાતોનો હવાલો આપતાં કહ્યું કે ૧૧ વર્ષ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસની સંપત્તી મૂલ્યમાં ૦.રપ કરોડથી ૪૪.૯૯ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. એડીઆર નેશનલ કો-ઓર્ડિનેટર અનિલ શર્માએ કહ્યું કે, સીપીઆઈ(એમ)ની પરિસંપત્તીઓનું કુલ મૂલ્ય ૩૮૩.૪૭ પ્રતિશતની વૃદ્ધિદરથી વધ્યું છે. જે ૯૦.પપ કરોડ રૂપિયા હતું. હવે તે ૪૩૭.૭૮ કરોડ થયું છે. જ્યારે સીપીઆઈની સંપત્તીના મુલ્યમાં સૌથી ઓછો વધારો થયો છે જે પ.પ૬ કરોડથી ૧૦.૧૮ કરોડ રૂપિયા થયું છે. વર્માએ કહ્યું કે બસપાની પરિસંપત્તીના મુલ્યમાં ૪૩.૦૯ કરોડ રૂપિયાથી પપ૯.૦૧ કરોડ રૂપિયા વધ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સંપત્તી ૧.૬ કરોડથી વધીને ૧૪.પ૪ કરોડ થઈ છે. તેમણે કહ્યું કે, અન્ય પરિસંપત્તીઓની માફક કરાતી જાહેરાતની આસાનીથી તપાસ કરાતી નથી. જ્યારે વિવરણ અચલ સંપત્તિ, ઋણ અને અગ્રિમ, એફડીઆર જમા ટીડીએસ અને રોકાણની જેમ વિશિષ્ટ છે. વિવરણ અન્ય પરિસંપત્તીઓ શીર્ષક મુજબ સંપત્તીના વિશે જાણકારી ઉપલબ્ધ નથી. વર્માએ કહ્યું કે ર૦૦૪-૦પથી ર૦૧પ-૧૬ સુધી સાત રાષ્ટ્રીય દળોની સંપત્તીમાં વૃદ્ધિ તમામ પરિસંપત્તી પ્રમુખ વચ્ચે અન્ય પરિસંપત્તીઓના મુકાબલે સૌથી વધુ છે. રૂપિયાની જાહેરાત બાદ ભાજપા વર્તમાનમાં સૌથી અધિક મૂડી ૮૬૮.૮૮૯ કરોડ રૂપિયાની પાર્ટી છે. ત્યારબાદ પપ૭.૩૮ કરોડ રૂપિયાની બસપાની અને ૪૩ર.૬૪ કરોડ રૂપિયાની સીપીઆઈ(એમ)ની છે .

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks