ભારતના સંસદ ભવનમાં અરબી ભાષામાં શિલાલેખ લખાયો

(એજન્સી) તા. ર૭
એડવિન લ્યુટિયન્સ અને હરબર્ટ બેકર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું સંસદ ભવન અંદાજિત ૮૩ લાખ રૂપિયાના ખર્ચે બન્યુ હતું. ૧૯ર૧માં શરૂ થનાર બાંધકામને પૂર્ણ થતા છ વર્ષ લાગ્યા હતાં. આ ઈમારત વાસ્તુશિલ્પ ડિઝાઈન, પ્રાચીન ભારતીય પરંપરા અને આધુનિક સુવિધાઓનું યોગ્ય મુદ્રણ છે. સંસદ ભવનની સૌથી ખાસ બાબત છે તેના શિલાલેખો, સંસદ ભવનમાં પ્રવેશ્યા પછી લિફ્ટ નં. ૧ની જમણી તરફ જતાં લોકસભાની કમાન આકારની લોબીમાં જવાય છે. આ લોબી પર મિદવે એક દ્વાર આંતરિક લોબી તરફ જાય છે તેનાથી વિરૂદ્ધ કેન્દ્રીય હોલમાં આગંતુકને બે શિલાલેખો નજરે પડે છે. ગેટ નં. ૧ પર જોવામાં આવેલા શિલાલેખો આંતરિક લોબીના દ્વાર પર વારંવાર જોવા મળે છે. ફરતા રહીને સેન્ટ્રલ હોલ પાસેથી પસાર થયા પછી ગુંબજને જોઈને એક અરબી ભાષામાં લખેલો કોટ જોવા મળે છે. જ્યાં લખવામાં આવ્યું છે. “ઈન્નલ્લાહે લાયુગયેરો માબિકા મિન હત્તા યુગઈયરો વા બિન્નફસેહુમ” આનો અર્થ છે, આ બુલંદ પાનું સોનાથી લખવામાં આવેલો શિલાલેખ જે આ બિલ્ડિંગને સંભાળે છે. કુદરતના સારા ઉદારતાના કર્મોને છોડી કશું પણ નહીં ટકે” આ શબ્દો એ ભાવનાના સંકેત છે જેની સાથે સંસદે પોતાનું કાર્ય કરવું જોઈએ. આ પ્રકારના શિલાલેખે વિચાર-વિમર્શ માટે માર્ગદર્શક સિદ્ધાંતોના સ્વરૂપમાં કાર્ય કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts