નવી દિલ્હી, તા.૧૦
ભારતની આંચલ ઠાકુરે ઈન્ટરનેશનલ સ્તરની સ્કીઈંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ સર્જ્યા છે. આ સાથે જ તે ઈન્ટરનેશલ સ્કીઈંગ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. આંચલ ઠાકુરે આ મેડલ એલ્પાઈન એજડેર ૩ર૦૦ કપમાં પ્રાપ્ત કર્યા છે. આ કપનું આયોજન ઈન્ટરનેશનલ ફેડરેશન (એફઆઈએસ) કરે છે. આંચલે આ મેડલ સ્લાલમ રેસ કેટેગરીમાં જીત્યો છે. સર્પિલાકાર માર્ગ સ્કી દોડને સ્લાલમ કહે છે. વડાપ્રધાન મોદીએ આંચલને શુભેચ્છા પાઠવતા ટ્વીટર પર લખ્યું કે શાબાશ આંચલ સ્કીઈંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા માટે સમગ્ર દેશ તમારી આ સિદ્ધિથી ખુશ છે.
Facebook
0
Twitter
0