
ઈસ્માઈલ સાહેબ “મેરા દેશ આઝાદ હૈ.”
દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ
“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી.
હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
ઈસ્માઈલ સાહેબ
૫ જૂન, ૧૮૯૬ના રોજ, મદ્રાસ પ્રેસિડેન્સીના તિરુનેલવેલી જિલ્લામાં, મુહમ્મદ ઈસ્માઈલ સાહેબનો જન્મ થયો હતો. તેમના વતન તમિલનાડુ અને કેરળમાં તેઓ “કાયદ-એ-મિલ્લત” (રાષ્ટ્રના નેતા) તરીકે ઓળખાય છે. જ્યારે તેઓ ૧૪ વર્ષના હતા અને તિરુનેલવેલીમાં રહેતા હતા, ત્યારે ઈસ્માઈલે યંગ મુસ્લિમ સોસાયટીની સ્થાપના કરી હતી. ૧૯૧૮માં, તેમણે મજલિસ-ઉલ-ઉલમા, અથવા ઇસ્લામિક વિદ્વાનોની કાઉન્સિલની પણ સ્થાપના કરી હતી. તે જ વર્ષે તે મુસ્લિમ લીગમાં જોડાયા અને ૧૯૪૫માં તે મદ્રાસ એકમના પ્રમુખ બન્યા હતા અને તેના માટે કામ કર્યું હતું. જ્યારે ૧૯૪૬ની પ્રાંતીય ચૂંટણીઓમાં મુસ્લિમ લીગની તમામ ૨૮ બેઠકો જીતી ત્યારે વિપક્ષના વડા તરીકે ઈસ્માઈલ પ્રસિદ્ધિ પામ્યા હતા. ઈસ્માઈલને મુસ્લિમ લીગ દ્વારા બંધારણ સભામાં મદ્રાસ તરફથી ઊભા રહેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ ૨૮ મુસ્લિમ લીગના સભ્યોમાંના એક હતા જેઓ વિભાજન પછી ભારતમાં રહ્યા હતા અને બંધારણ સભાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેમણે એસેમ્બલીમાં સત્તાવાર ભાષાની ચર્ચા દરમિયાન વાત કરી હતી. ઈસ્માઈલે ૧૯૪૮માં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીની સ્થાપના કરી, અને તેના પ્રથમ પ્રમુખ બન્યા, અને અન્ય લીગ સભ્યો કે જેઓ વિભાજન બાદ ભારતમાં રહ્યા હતા. તેમના નેતા હતા. ઇસ્માઇલ પ્રથમ ચૂંટણીઓમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને ૧૯૫૨થી ૧૯૫૮ સુધી સેવા આપી હતી. બાદમાં, તેઓ લોકસભા માટે ચૂંટાયા હતા, જ્યાં તેમણે ૧૯૬૨થી ૧૯૭૦ સુધી સતત બે ટર્મ માટે સેવા આપી હતી. ઈસ્માઈલનું ૫મી એપ્રિલ, ૧૯૭૨ના રોજ અવસાન થયું હતું. તમિલનાડુ સરકાર દ્વારા તેમના માનમાં નાગપટ્ટનમ જિલ્લાનું નામ બદલીને “નાગાઈ કાયદા-એ-મિલ્લ્ત” જિલ્લો રાખવામાં આવ્યું, જો કે ૧૯૯૭માં તે તેના મૂળ નામમાં પાછું ફેરવાઈ ગયું જ્યારે અહી લોકોના નામો પરથી તમામ નામો દૂર કરવામાં આવ્યા હતા.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)