ભારતની આઝાદીમાં ભવ્ય યોગદાન આપનારા એવા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર મહિલાઓ, જેમના ઈતિહાસને આજે ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

કેપ્ટન અબ્બાસ અલી

દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ

“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી.
હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
કેપ્ટન અબ્બાસ અલી
અબ્બાસ અલીનો જન્મ ૩જી જાન્યુઆરી ૧૯૨૦ના રોજ બુલંદશહર (ઉત્તર પ્રદેશ)ના ખુર્જા ખાતે થયો હતો. તેઓ સ્વતંત્રતા સેનાની રાજપૂત મુસ્લિમ પરિવારના હતા. તેમના દાદા રૂસ્તમ અલી ખાનને ૧૮૫૭ના વિદ્રોહ પછી બુલંદશહરમાં કાલા આમ ખાતે બ્રિટિશ સેના દ્વારા ફાંસી આપવામાં આવી હતી. કિશોરાવસ્થામાં શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, અબ્બાસ અલી ભારતીય મુક્તિ ચળવળમાં જોડાયા હતા. શાળાના દિવસોથી જ અબ્બાસ અલી ભગતસિંહના ક્રાંતિકારી સિદ્ધાંતોથી પ્રભાવિત હતા. તેમણે ૨૫ માર્ચ, ૧૯૩૧ના રોજ ખુર્જા ખાતે શહીદ ભગતસિંહની ફાંસીની સજાનો વિરોધ કરવા માટે એક વિરોધ કૂચમાં પણ ભાગ લીધો હતો. ભગતસિંહને ફાંસી અપાયા પછી તરત જ, તેઓ નૌજવાન ભારત સભામાં જોડાયા, જેની સ્થાપના ભગતસિંહે કરી હતી, અને તેઓ હજુ શાળામાં જ હતા ત્યારે તેની કામગીરીમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
તેઓ મુહમ્મદ અશરફ દ્વારા પ્રેરિત થઈને ૧૯૩૬માં સ્થાપિત ડાબેરી પક્ષોની વિદ્યાર્થી શાખા ઓલ-ઈન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફેડરેશન (છૈંજીહ્લ)માં જોડાયા હતા. તેઓ આઝાદ હિંદ ફોજમાં ભરતી થયા, જેને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ૧૯૪૫માં ૈંદ્ગછના દિલ્લી ચલો અભિયાનનો મહત્વનો ભાગ હતા, જેનું નિર્દેશન નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવ્યું હતું. તે અરાકાનમાં ભારતીય સેના સાથે લડાઈમાં ભાગ લીધો હતો પરંતુ તે અન્ય ૬૦૦૦૦ ૈંદ્ગછ દળો સાથે પકડાઈ ગયા હતા અને બાદમાં તેમને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ૧૯૪૭માં આઝાદી પછી, નહેરુ સરકાર દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યા અને પછી તેઓ મુખ્ય પ્રવાહના રાજકારણમાં જોડાયા હતા. જ્યારે ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી જાહેર કરી ત્યારે તેમણે ૧૯ મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા હતા. તેમણે તેમના જીવન દરમિયાન ૫૦થી વધુ વખત જેલમાં ગયા હતા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ હૃદયરોગના હુમલાને લીધે તેમનું અવસાન થયું હતું.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts