ભારતની આઝાદીમાં ભવ્ય યોગદાન આપનારા એવા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર મહિલાઓ, જેમના ઈતિહાસને આજે ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

મોહમ્મદ અબ્દુર રહીમાન

દેશની આઝાદીના મુસ્લિમ વીરો – મોહમ્મદ થાહા એ

“મેરા દેશ આઝાદ હૈ.”
ભારતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, અને તેને હવે ૭૫ વર્ષ થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ દિવસ હતો. અને આ આઝાદી સંખ્યાબંધ ચળવળો અને સંઘર્ષોનું પરિણામ હતું. આ આંદોલનો ૧૮૫૭ના પ્રખ્યાત બળવાથી શરૂ થયા હા અને બ્રિટિશ વહીવટીતંત્રના સમગ્ર સમયગાળા દરમિયાન અનેક ચળવળ કરવામાં આવી હતી. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભાઈ પટેલ, અબ્દુલ ગફાર ખાન, મૌલાના આઝાદ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ હતા. પ્રીતિલતા વાડેદાર, કસ્તુરબા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ એ મહિલા નાયિકા હતી જેમણે ભારતીય મહિલાઓને સ્વતંત્ર બનવા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આઝાદીની આ ચળવળમાં મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું આયોજન અને નેતૃત્વ મૌલવી અહમદુલ્લાહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટિશ રાજ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ ૨૭ વર્ષની ઉંમરે ફાંસી પર લટકનાર પ્રથમ વ્યક્તિ અશફાકુલ્લા ખાન હતા. શાહ નવાઝ ખાને ઇન્ડિયન નેશનલ આર્મી (ૈંદ્ગછ)માં રાજકારણી ઉપરાંત મુખ્ય અધિકારી અને કમાન્ડર તરીકે સેવા આપી હતી. હાલમાં ભારતીય મુસ્લિમો દેશમાં અનેક ભેદભાવનો સામનો કરી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોમવાદી પક્ષો મુસ્લિમોને બાકાત કરીને દેશના ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ભારતીય મુસ્લિમો વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે છે અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા માટે તે દરમિયાન મુસ્લિમોએ આપેલા બલિદાનને ખરેખર ભૂલી જવામાં આવ્યા છે. જો કે, ઈતિહાસ જોઈએ તો તે બતાવશે કે ભારતીય મુસલમાનોએ માત્ર મુક્તિ સંગ્રામમાં જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું ન હતું, પરંતુ સંસ્થાનવાદ વિરોધી રાષ્ટ્રીય લડાઈની સેવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ઉલ્લેખિત ૯૫૩૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામોમાંથી ૬૧૯૪૫ મુસ્લિમ નામો છે, જે દર્શાવે છે કે તમામ મુક્તિ લડવૈયાઓમાંથી ૬૫% લોકો મુસ્લિમ હતા. મિલ્લી ક્રોનિકલના એક લેખના અહેવાલમાં પ્રસિદ્ધ લેખક કુશવંતસિંહે કહ્યું છે કેઃ ભારતીય સ્વતંત્રતા મુસ્લિમોના લોહી પર લખાયેલ છે, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી તેમની વસ્તીની નાની ટકાવારીના પ્રમાણમાં ઘણી વધારે હતી. આ લેખનો હેતુ અમુક મુસ્લિમ સ્વતંત્રતા નાયકો પર નજર કરવાનો છે જેઓ આજના ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે અને તેઓને દેશના બલિદાન માટે ક્યારેય યાદ કરવામાં આવતા નથી.
મોહમ્મદ અબ્દુર રહીમાન
અબ્દુર રહીમાનનો જન્મ વર્ષ ૧૮૯૮માં, કેરળના ત્રિશૂર જિલ્લામાં થયો હતો. તેમણે મદ્રાસ અને અલીગઢ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમણે ખિલાફત અને અસહકાર ચળવળોમાં સામેલ થવા માટે અલીગઢ યુનિવર્સિટી વહેલી છોડી દીધી હતી. તેઓ ૧૯૨૧ના રમખાણ પ્રભાવિત જિલ્લાઓમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં તેમની બહાદુરી માટે પ્રખ્યાત હતા. ૧૯૨૧ના મોપલા રમખાણો પછી સાહિબને બે વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જો કે તેઓ શાંતિ પુનઃપ્રાપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા હતા. વધુમાં, ૧૯૩૦માં, તેમણે કાલિકટ બીચ પર મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, જેના માટે તેમને નવ મહિનાની એકાંત કેદની સજા કરવામાં આવી હતી અને કન્નુરની સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમણે મુસ્લિમ જનતાને મુસ્લિમ લીગ પાર્ટીની બે રાષ્ટ્રની નીતિ સામે સંગઠિત કરી હતી. મુહમ્મદ અબ્દુલ રહેમાન સાહેબ સુભાષ ચંદ્ર બોઝ આયોજિત ઓલ-ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકમાં જોડાયા હતા.
૧૯૪૦થી ૧૯૪૫ સુધી બ્રિટિશ રાજમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા બાદ તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. કેદમાંથી મુક્ત થયા બાદ, તેઓ કાલિકટ પાછા ગયા અને કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ૨૩ નવેમ્બર, ૧૯૪૫ના રોજ, કોડિયાથુરમાં જાહેર સભામાં પ્રવચનના થોડા સમય પછી, તેમનું અવસાન થયું. સાહિબ ૧૯૩૧થી ૧૯૩૪ સુધી કાલિકટ મ્યુનિસિપલ કાઉન્સિલ અને ૧૯૩૨ સુધી મદ્રાસ પ્રેસિડેન્સીના મલબાર ડિસ્ટ્રિક્ટ બોર્ડના સભ્ય હતા. તેઓ ૧૯૩૭માં મલપ્પુરમ મતવિસ્તારમાંથી મદ્રાસ પ્રેસિડેન્સી માટે ચૂંટાયા હતા. તેઓ કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના પ્રમુખ બન્યા હતા અને ૧૯૩૯માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સભ્ય અને તેઓ કેરળમાં રાષ્ટ્રવાદી મુસ્લિમોના નેતા હતા જેમણે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનો વિરોધ કર્યો હતો. ૧૯૯૮માં જ્યારે પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગે સ્મારક સ્ટેમ્પ બહાર પાડ્યો ત્યારે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોઝિકોડમાં મોહમ્મદ અબ્દુર રહીમાન મેમોરિયલ અનાથાશ્રમ કોલેજ અને મોહમ્મદ અબ્દુર રહીમાન સાહિબ એકેડેમીમાં તેમનું સ્મરણ કરવામાં આવે છે.
(સૌ. : ઈસ્લામ ઓન લેબ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts