ઉર્દૂ માધ્યમથી ન્યુરોસર્જરી સુધી, ડૉ. મેરીયમ અફીફાની પ્રેરણાદાયી સફર
(એજન્સી) તા.૮
હૈદરાબાદની ઓસ્માનિયા મેડિકલ કોલેજની પૂર્વ વિદ્યાર્થિની ડૉ. મેરીયમ અફીફા અન્સારીએ ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ન્યુરોસર્જન તરીકે ઓળખ બનાવી છે. ઓસ્માનિયા મેડિકલ કોલેજના સત્તાવાર ન્યૂઝલેટરમાં પણ તેમની આ સિદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં ઉર્દૂ માધ્યમથી અભ્યાસ શરૂ કરનાર અફીફાએ આગળ જતાં ઓસ્માનિયા મેડિકલ કોલેજમાંથી MBBS અને જનરલ સર્જરીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. ૨૦૨૦ની NEET-SS પરીક્ષામાં તેમણે ૧૩૭મો રેન્ક મેળવ્યો હતો, જેના આધારે તેમને ન્યુરોસર્જરીમાં MCh માટે પ્રવેશ મળ્યો. તેમની શૈક્ષણિક સફરમાંRoyal College of Surgeons of CSEnglandનીMR લાયકાત સહિત અનેક મહત્વપૂર્ણ તબક્કાઓ રહ્યા છે. ડૉ. અફીફાની સફળતા માત્ર તબીબી ક્ષેત્રની સિદ્ધિ નથી, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે શિક્ષણ અને મહેનતથી આગળ વધવા માંગતી યુવતીઓ માટે પ્રેરણાનો સંદેશ પણ છે. ખાસ કરીને મુસ્લિમ યુવતીઓને તેમણે મહેનત ન છોડવા અને પોતાના લક્ષ્યને હાંસલ કરવાની પ્રેરણા આપી છે.