ભારતની સૌથી યુવા સ્વતંત્રતા સેનાની અને ૧ર વર્ષની ઉંમરે શહીદ થનાર તિલેશ્વરી વિશે ભારત અજાણ

(એજન્સી) દિસપુર, તા.ર૧
તિલેશ્વરી બરૂઆ કોણ છે ? આસામમાં ઘણા ઓછા લોકો તેને જાણતા હશે, દેશમાં ક્યાંય તેના વિશે વાત નહીં થતી હોય. આજથી ૭પ વર્ષ પહેલાં ઉત્તરી આસામના ધેકીઆજુલી ખાતે આવેલા પોલીસ સ્ટેશન પર ધ્વજ ફરકાવતી વખતે તિલેશ્વરી બરૂઆએ પોતાના જીવની કુરબાની આપી દીધી હતી. તે સમયે તેની ઉંમર ફક્ત ૧ર વર્ષની હતી. ૭પ વર્ષ પહેલાં ક્વિટ ઈન્ડિયા ચળવળ વખતે ૧ર વર્ષની બાળકીએ આપેલી કુરબાની વિશે મોટાભાગે કોઈ જાણતું નથી હોય અને તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ. તેમ આસામના સ્વતંત્ર સેનાની સંગઠનના મહાસચિવ દ્વીજેન્દ્ર મોહન શર્માએ જણાવ્યું હતું. તેમાં આસામની સરકાર, ઈતિહાસકારો અને રાજ્યના વિદ્વાનો સાથે જ મીડિયા પણ જવાબદાર છે તેમ શર્માએ વધુમાં જણાવ્યું હતું. ધેડીજાજુલીના બહારી વિસ્તાર વિલ્લહે નિજ-બોરગાંવના ભબકાતા બરૂઆના ચાર બાળકોમાં તિલેશ્વરી સૌથી નાની હતી. તે દેશભક્તિના ગીતોથી એટલી પ્રભાવિત હતી કે જ્યારે મહાત્મા ગાંધી ગામમાં આવ્યા અને તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આહ્વાન કર્યું તો તેણે એકવાર પણ વિચાર ન કર્યો અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ત્યાં પહોંચી ગઈ હતી. જ્યારે પ્રદર્શનકારીઓ પોલીસ સ્ટેશનની નજીક પહોંચ્યા સ્થાનિક મૃત્યુ વાહિનીના આગેવાન મોનબોર નાથની પાછળ કેટલાક લોકોની સાથે તિલેશ્વરી પણ આગળ વધી. મોનબોર પોલીસ અધિકારી મોહીઘર બોરાનો આદેશ નકારી કાઢ્યો અને પોલીસ સ્ટેશન પર ચઢ્યા જેમને ગણતરીના સેકન્ડમાં ગોળી મારી દેવામાં આવી અને તેમના પછી એક એક કરીને અન્ય સ્વયંસેવકોની સાથે પણ આમ જ કરવામાં આવ્યું. નાથ, કુમોલી દેવી અને મોહીરામ પછી તિલેશ્વર પોલીસની ગોળીનો ભોગ બની તેમ રમેશ ચંદ્ર બોરાએ જણાવ્યું જેઓ મોટી સંખ્યામાં લોકોને મળીને સરકારી અભિલેખાગારનું ખોદકામ કરીને ધેકીયાજુલી પ્રકરણનું દસ્તાવેજીકરણ કર્યું હતું. ર૦ સપ્ટેમ્બર ૧૯૪રના ધેકીયાજુુલી ગોળીબારમાં ૧પ લોકો શહીદ થયા હતા. તેમાં તિલેશ્વરી ફક્ત ત્યાંની જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી યુવાન શહીદ હતી. દેશના લોકો આ વાત નથી જાણતા એ આપણી નિષ્ફળતા છે. તેની કથા સમગ્ર દેશના પાઠ્યપુસ્તકોમાં હોવી જોઈએ પરંતુ હકીકત એ છે કે તીલેશ્વરીની કથા આસામની પાઠ્યપુસ્તકોમાં પણ જોવા નથી મળતી તેમ શર્માએ જણાવ્યું હતું. ધેકીયાજુલી એક એવું સ્થાન છે જ્યાં અનામી ભિખારી અને અનામી સન્યાસીઓએ પણ શહીદી વહોરી લીધી હતી. કારણ કે તેઓ પણ અન્ય લોકો સાથે તે દિવસે જોડાયા હતા. દેશમાં આસામ સિવાય ક્યાંય પણ કોઈ ભિખારી કે સન્યાસી શહીદ થયા નથી. પરંતુ આપણે તેમની કથા કહેવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ. તેમ સ્થાનિક ધારાસભ્ય અશોક સિંઘળે જણાવ્યું હતું. જેણે અરબાનંદ ઓનોવાળ સરકારને ધેકીયાજુલીમાં એક શહીદ પાર્ક સ્થાપિત કરવાનું આશ્વાસન આપ્યું છે અને તેમણે ત્યાંના ઐતિહાસિક પોલીસ સ્ટેશનનું સંરક્ષણ કર્યું છે. આઝાદીના ૭૦ વર્ષો બાદ પણ ધેકીયાજુલીના શહીદોનું બલિદાન ઉપેક્ષિત રહ્યું છે. ગત વર્ષે ભિખારી અને સન્યાસી સિવાયના શહીદોના પરિવારજનોની ભાળ મેળવી અને પ્રથમ વખત તેમને જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks