ભારતીય મૂળનો બ્રિટિશ આતંકવાદી સિદ્ધાર્થ ધાર વૈશ્વિક આતંકવાદી જાહેર

(એજન્સી) નવીદિલ્હી, તા. ૨૪
અમેરિકાએ ભારતીય મૂળના ઇસ્લામિક સ્ટેટના બ્રિટિશ આતંકવાદી સિદ્ધાર્થ ધાર અને બેલ્જિયન મૂળના મોરોક્કોના નાગરિકને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે અને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. ધાર બ્રિટનમાં રહેતો િંહંદુ છે જે ધર્મપરિવર્તન કરી મુસ્લિમ બની ગયો હતો અને તેણે પોતાનું નામ અબુ રૂમૈયાહ રખ રાખ્યું હતું. ૨૦૧૪માં રૂમૈયાહને બ્રિટન પોલીસમાંથી જામીન મળ્યા હતા જે બાદ તે ત્યાંથી ફરાર થઇ પોતાની પત્ની અને બાળકો પાસે સીરિયા જતો રહ્યો હતો. એક યઝીદી યુવતી નિહાદ બરકાતનું મે ૨૦૧૬માં ધારે જ અપહરણ કર્યું હતું અને આઇએસઆઇએસના ગઢ મોસૂલ લઇ ગયો હતો. અહેવાલમાં કહેવાયું છે કે, ધારે જિહાદી જોનનું સ્થાન લીધું છે અને આતંકવાદી સંગઠનનો સિનિયર કમાન્ડર બની ગયો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આઇએસના બે આતંકવાદી સિદ્ધાર્થ ધાર અને અબ્દુલ ગનીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા છે. આ પ્રતિબંધ બાદ અમેરિકામાં રહેતા ધાર અને ગનિની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે અને અમેરિકાનો કોઇપણ નાગરિક તેમની સાથે કોઇપણ પ્રકારની લેણ દેણ કરી શકશે નહીં. અહેવાલો અનુસાર ધાર અલ મુહાજીરિન નામના આતંકવાદી સંગઠનનો મુખ્ય સભ્ય હતો. આ સંગઠન હવે સમાપ્ત થઇ ગયું છે. એવું માનવામાં આવે છે કે, તેણે આઇએસના મોહમ્મદ એમવાજીનું સ્થાન લીધું છે. એમવાજી જિહાદી જોન નામથી ઓળખાતો હતો. અહેવાલમાં કહેવાયું છે કે, જાન્યુઆરી ૨૦૧૬માં યુકે માટે જાસૂસી કરનારા ઘણા કેદીઓની આઇએસે ગળું કાપી હત્યા કરવાનો વીડિયો જારી કર્યો હતો. આ વીડિયોમાં માસ્ક પહેરેલો શખ્સ ધાર જ હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks