નવી દિલ્હી, તા.ર૬
ભારતે પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ર૯પ રને કારમો પરાજય આપ્યો અને આ દરમ્યાન અનેક રેકોર્ડ પણ તૂટ્યા છે. નિયમિત કપ્તાન રોહિત શર્મા અને મધ્યમક્રમના બેટસમેન શુભમન થિલની ગેરહાજરી છતાં કાર્યવાહક કપ્તાન બુમરાહે આગળ વધીને નેતૃત્વ કર્યું અને બંને ઈનિંગોમાં થઈ કુલ ૮ વિકેટ ઝડપી યાદગાર જીત સુનિશ્ચિત કરી. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતની ઐતિહાસિક ર૯પ રનની જીત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચમાં રનોની દૃષ્ટિએ સૌથી મોટી જીત છે. ભારતે ૧૯૭૭માં મેલબોર્નમાં થયેલી રરર રનની જીતના તેની ગત રેકોર્ડને તોડી નાખ્યો છે. આ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનોના માર્જિનથી બીજી સૌથી મોટી જીત હતી. જે કોઈ ટીમ પ્રથમ ઈનિંગમાં ૧પ૦ અથવા તેનાથી ઓછામાં સ્કોરમાં આઉટ થઈ હતી. મોટી જીતનો રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના નામે હતો. તેણે ૧૯૯૧ની બ્રિજટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૩૪૩ રને હરાવ્યું હતું જ્યારે કે તે પોતાની પ્રથમ ઈનિંગમાં ૧૪૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બુમરાહે યશસ્વી જયસ્વાલની પ્રશંસા કરી. જેણે બીજી ઈનિંગમાં શાનદાર ૧૬૧ રનની ઈનિંગ રમી. ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. જયસ્વાલે પર્થ ટેસ્ટમાં ૧૬૧ રન બનાવી રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું. જે પાંચ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ હતી. તે ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી બનાવનાર ફકત ત્રીજો ભારતીય બેટસમેન બની ગયો અને સુનીલ ગાવસ્કર (૧૯૭૭) અને જયસિમ્હા (૧૯૬૮)ની સાથે વિશેષ કલબમાં સામેલ થઈ ગયો. જયસ્વાલના શાનદાર પ્રદર્શને ગૌતમ ગંભીરના એક કેલેન્ડરવર્ષમાં કોઈ ભારતીય ડાબોડી બેટસમેન દ્વારા બનાવાયેલા હાઈએસ્ટ રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ વર્ષ અત્યાર સુધી ૧૧પ૬ રન બનાવી જયસ્વાલે ર૦૦૮માં ગંભીરના ૧૧૩૪ રનના રેકોર્ડને પાછળ પાડી દીધો. જયસ્વાલે વધુ એક સિદ્ધિની ઉજવણી કરવા માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો. તેણે કેએલ રાહુલ સાથે પોઝ આપતા કહ્યું કે અમે ઈતિહાસનો હિસ્સો છે. કેએલ ભાઈ આ પોસ્ટને બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે રેકોર્ડ ર૦૧ રનની ભાગીદરી બાદ આવી છે. જે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ સિદ્ધિએ શ્રીકાંત અને ગાવસ્કરના ગત રેકોર્ડને તોડી નાખ્યો છે. જેમણે ૧૯૮૬માં સિડનીમાં ૧૯૧ રનની ભાગીદારી કરી હતી. કોહલીએ બીજી ઈનિંગમાં અણનમ સદી ફટકારી આ તેની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૮૧મી સદી હતી. કોહલીએ આ સાથે તેન્ડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયામાં સાત ટેસ્ટ સદી સાથે કોહલી હવે ઓસ્ટ્રેલિયામાં કોઈપણ ભારતીય બેટસમેન દ્વારા સૌથી વધારે સદીનો રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત બધા ફોર્મેટમાં કોહલીએ ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી બેટસમેનના રૂપમાં ૧૦ સદી સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બુમરાહનું બોલિંગ પ્રદર્શન ઓસ્ટ્રેલિયામાં કોઈપણ પ્રવાસી કપ્તાન દ્વારા કરાયેલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેની આગળ ફકત બેદી છે. જેમણે ૧૯૭૭ની પર્થ ટેસ્ટમાં ૧૯૪ રનમાં ૧૦ વિકેટ ઝડપી હતી.