ભારતે મહિલા ૪X૪૦૦ મીટર રિલેમાં જીત સાથે એશિયન ગેમ્સ ૨૦૨૬માં એથ્લેટિક્સ ગોલ્ડનો દુષ્કાળ સમાપ્ત કર્યો

 

ભારતે આખરે એશિયન ગેમ્સ ૨૦૨૬માં પોતાનો પ્રથમ એથ્લેટિક્સ ગોલ્ડ મેડલ જીત્યો; મહિલાઓની ૪ટ૪૦૦ મીટર રિલે ટીમે ફાઇનલમાં શાનદાર વિજય મેળવ્યો. વિથ્યા રામરાજ, કિરણ પહાલ, મચેત્તિરા પૂવમ્મા અને પ્રાચીએ સંયમ જાળવી રાખીને ભારત માટે યાદગાર જીત હાંસલ કરી

 

તા.૨૯
મંગળવારે આઈચી-નાગોયા ખાતે વિથ્યા રામરાજ, કિરણ પહાલ, મચેત્તિરા પૂવમ્મા અને પ્રાચીની મહિલા ૪X૪૦૦ મીટર રિલે ટીમે ગોલ્ડ મેડલ જીતીને એશિયન ગેમ્સ ૨૦૨૬માં એથ્લેટિક્સમાં ગોલ્ડ ન જીતી શકવાનો સિલસિલો શાનદાર રીતે તોડી નાખ્યો. ભારતીય ટીમે ૩ઃ૨૯.૬૯નો સમય નોંધાવીને બહેરીન (જેણે ૩ઃ૩૦.૨૧ સાથે સિલ્વર જીત્યો) કરતા આગળ રહીને રેસ પૂરી કરી, જ્યારે ચીને ૩ઃ૩૧.૦૨ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. સિલ્વર અને બ્રોન્ઝ મેડલની શ્રેણી બાદ આ જીતે ભારતને ગેમ્સમાં તેનો પ્રથમ એથ્લેટિક્સ ગોલ્ડ અપાવ્યો.એશિયન ગેમ્સ, ૨૯ સપ્ટેમ્બરના અપડેટ્‌સ૧૯૯૪ની હિરોશિમા ગેમ્સ પછી પહેલીવાર એવું જોખમ હતું કે, ભારત એશિયન ગેમ્સનું અભિયાન એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ વિના સમાપ્ત કરશે. જો કે, મહિલા રિલે ટીમેશાનદાર પ્રદર્શન કરીને સુનિશ્ચિત કર્યું કે, ભારત એથ્લેટિક્સમાં સર્વોચ્ચ પુરસ્કાર વિના એશિયાડમાંથી વિદાય ન લે.વિથ્યા રામરાજની યાદગાર મેડલ સફર સંપન્નઆ ગોલ્ડ મેડલે વિથ્યા રામરાજ માટે યાદગાર અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું, જેમણે ગેમ્સમાં પોતાનો ત્રીજો મેડલ જીત્યો. અગાઉ તેમણે મિક્સ્ડ ૪ટ૪૦૦ મીટર રિલેમાં સિલ્વર અને મહિલાઓની ૪૦૦ મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જેમાં તેમની ૫૪.૭૫ સેકન્ડની દોડે પી.ટી. ઉષાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. વિથ્યા મંગળવારે ફરી ટ્રેક પર ઉતરી અને ભારતની સુવર્ણ ચંદ્રક વિજેતા રિલે ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ જીત સાથે આઈચી-નાગોયામાં આ એથ્લેટની કુલ ત્રણ ચંદ્રકોની શાનદાર સિદ્ધિ પૂર્ણ થઈ.૪૦૦ મીટર હર્ડલ્સ (અવરોધ દોડ)માં તેણે જીતેલો બ્રોન્ઝ મેડલ વિશેષ મહત્ત્વનો હતો; તેણે ૫૪.૭૫ સેકન્ડનો સમય નોંધાવીને ઉષાના ૫૫.૪૨ સેકન્ડના રાષ્ટ્રીય રેકોર્ડને તોડ્યો, જે ૪૨ વર્ષથી અકબંધ હતો. ત્યારબાદ તેણે મિક્સ્ડ ૪X૪૦૦ મીટર રિલે ટીમનો ભાગ બનીને વધુ એક સિલ્વર મેડલ મેળવ્યો અને અંતે સુવર્ણ ચંદ્રક સાથે પોતાની સ્પર્ધાત્મક સફર પૂરી કરી.એથ્લેટિક્સમાં ભારતનો દિવસ કેવો રહ્યોમહિલાઓની ૪ટ૪૦૦ મીટર રિલે સ્પર્ધા મુખ્ય આકર્ષણ બને તે પહેલાં જ મંગળવારે ભારતના એથ્લેટિક્સ અભિયાનમાં ચંદ્રકો જીતવાની શરૂઆત થઈ ગઈ હતી. પૂજાએ મહિલાઓની હાઈ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે ગુલવીર સિંહે પુરૂષોની ૫૦૦૦ મીટર દોડમાં ૧૩ઃ૩૨.૭૫ના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.અગાઉ ૧૦,૦૦૦ મીટર અને ૧૫૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ગુલવીરે ચંદ્રકોની હેટ્રિક પૂરી કરી. ભારતે મિક્સ્ડ ૪ટ૧૦૦ મીટર રિલેમાં પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો.પુરૂષોની ૪ટ૪૦૦ મીટર રિલેમાં વધુ એક બ્રોન્ઝ મેડલ સાથે ભારતે શાનદાર સમાપન કર્યું. ધર્મવીર ચૌધરી, મનુ થેક્કીનાલીલ, જય કુમાર અને વિશાલ થેન્નારાસુએ ૩ઃ૦૧.૬૧નો સમય નોંધાવ્યો અને રોમાંચક ફાઇનલમાં જાપાન (૩ઃ૦૦.૭૫) તથા કતાર (૩ઃ૦૦.૯૩) પછી ત્રીજા સ્થાને રહ્યા.
નિરાશાજનક ક્ષણો પણ જોવા મળી હતી; ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં મેડલ ચૂકી ગયા બાદ અવિનાશ સાબલે પુરૂષોની ૫૦૦૦ મીટર ફાઇનલમાં ભાગ લીધો ન હતો. મહિલાઓની હેમર થ્રો સ્પર્ધામાં, તાન્યા ચૌધરી ૬૩.૩૫ મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ચોથાસ્થાને રહી, જ્યારે અનુષ્કા યાદવ ૬૪.૫૬ મીટર સાથે પાંચમા સ્થાને રહી.
પરંતુ અંતે સાંજ ભારતની મહિલા ૪X૪૦૦ મીટર રિલે ટીમના નામે રહી. તેમણે ૩ઃ૨૯.૬૯નો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક નિશ્ચિત કર્યો અને ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં સુવર્ણ ચંદ્રક માટે ભારતની લાંબી રાહનો અંત આણ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks