ભારતે ૫૨ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોકી ટીમે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો

પેરિસ,તા.ર
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકના પૂલ રાઉન્ડની મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩-૦થી હરાવી દીધું છે ૧૯૭ર બાદ આ પહેલીવાર છે. જ્યારે ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે એક રોમાંચક મુકાબલામાં જયાં પ્રથમ હાફમાં ભારતનો હાથ ઉપર રહ્યો. તેણે પ્રથમ કવાર્ટરમાં જ પોતાના બે ગોલ કર્યા. મ્યુનિચ ૧૯૭ર બાદ ઓલિમ્પિકમાં આ મેચમાં આ ભારતની પ્રથમ જીત છે યવેલ-ડુ-માનોઈર સ્ટેડિયમમાં પ્રથમ કવાર્ટરમાં ભારતે બે મિનિટમાં બે ગોલ કર્યા હતા. અભિષેક (૧ર) અને હરમનપ્રીતસિંહ (૧૩)એ ગોલ કર્યા હતા જો કે થોમસ ફેગ (રપ)એ બીજા કવાર્ટરમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ઓસ્ટ્રેલિયાને મેચમાં પુનરાગમન કરાવ્યું હતું. હરમનપ્રીતે (૩ર) ત્રીજા કવાર્ટરમાં મેચમાં પોતાનો બીજો ગોલ કર્યો બ્લેક ગોવર્સેની બેટ પેનલ્ટી (પપ)એ મેચનો રોમાંચક અને સુનિશ્ચિત કરી દીધો પણ ભારતે પોતાની પકડ બનાવી રાખી અને ત્રણ પોઈન્ટ પ્રાપ્ત કર્યા. આ જીત સાથે ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે ઓસ્ટ્રેલિયા ત્રણ જીત અને બે હાર સાથે ત્રીજા સ્થાને રહ્યું.હાલનું ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમ ગ્રુપમાં ટોચના સ્થાને છે જયારે આર્જેન્ટીના ટોપ ફોરમાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks