ભારત-અફઘાનિસ્તાન વચ્ચેT૨૦ ક્રિકેટ મેચ પહેલાં દિલ્હી સ્ટેડિયમમાં પ્રથમ વખત ‘વંદે માતરમ્‌’ ગાવામાં આવ્યું

 

આ ઘટનાક્રમ સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા એક બિલ બાદ બન્યો છે જેમાં રાષ્ટ્રગાન (‘વંદે માતરમ્‌’)ના અપમાનને સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે

 

તા.૧૪
નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની ભારતની પ્રથમ મેચની શરૂઆત પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગીતની રજૂઆત બાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ વગાડવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમ સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા તે બિલ બાદ બન્યો છે જેમાં રાષ્ટ્રીય ગીત (વંદે માતરમ્‌)ના અપમાનને સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. ‘વંદે માતરમ્‌’ના સંપૂર્ણ અધિકૃત સંસ્કરણમાં છ પદોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્દેશ આપ્યો હતો કે, જ્યારે ‘વંદે માતરમ્‌’ અને ‘જન ગણ મન’ બંને સાથે વગાડવામાં આવે ત્યારે ‘વંદે માતરમ્‌’ના તમામ છ પદો ગાવા જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા ‘વંદે માતરમ્‌’ની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ T20  આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને અફઘાનિસ્તાન સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે બેટિંગના પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સૂર્યવંશીને બદલે સંજુ સેમસનના અનુભવને પ્રાધાન્ય આપ્યું હતું, જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઠૈંમાં હતો. ડાબા ઘૂંટણની ઈજાને કારણે તે ઈંગ્લેન્ડમાં એક વન-ડે (ODI) અને શ્રીલંકામાં બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો અને ભારતની તાજેતરની શ્રેણીઓમાં રમી શક્યો ન હતો. ભારતે સીમર યશ ઠાકુરને બદલે સ્પેશિયાલિસ્ટ સ્પિનર વરૂણ ચક્રવર્તીની પસંદગી પણ કરી હતી. તેમણે કહ્યું કે, અમે અહીં ઘણી મેચો રમી છે અને પરિસ્થિતિને જોતા, અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકીએ છીએ. ઝિમ્બાબ્વે શ્રેણીમાંથી અમને ઘણી સકારાત્મક બાબતો જાણવા મળી છે અને અમે એ જ અભિગમ સાથે આગળ વધીશું. ટીમમાં બુમરાહની વાપસી અંગે અય્યરે કહ્યું કે, તે ભારત માટે ખૂબ જ મોટો ફાયદો છે. ટીમમાં બુમરાહનું હોવું એ એક મોટી વાત છે. તે મેચ જીતવાની બાબતમાં તેઓ ખૂબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે. વૈભવ સૂર્યવંશી રમી રહ્યા નથી, તેમજ વોશિંગ્ટન અને અન્ય બે ખેલાડીઓ પણ રમી રહ્યા નથી.ટીમ : ભારત : સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરૂણ ચક્રવર્થી. અફઘાનિસ્તાન : ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), સેદિકુલ્લાહ અટલ, દરવેશ રસૂલી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ગુલબદીન નાઈબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks