નવી દિલ્હી, તા. ૨
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી-એસટી) એક્ટ પર સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય સામેના વિરોધમાં આજે ભારત બંધ દરમ્યાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભારત બંધ હિંસક રહેતા અનેક જગ્યાઓ ઉપર હિંસા થઈ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા ૬ લોકોના મોત થઈ ચુક્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સાત રાજ્યોમાં સૌથી માઠી અસર જોવા મળી હતી. ભારત બંધ હિંસક બન્યા બાદ હિંસામાં છ લોકોના મોત થયા છે જે પૈકી મધ્ય પ્રદેશમાં પાંચ અને રાજસ્થાનમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભારત બંધ દરમિયાન વ્યાપકની સાથે સાથે નીચે મુજબ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે દલિત સમુદાયના લોકો ભારત બંધ દરમિયાન હિંસા ઉપર ઉતયા
દેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હિંસામાં છથી વધુ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા
સાતથી વધુ રાજ્યોમાં ભારત બંધની માઠી અસર જોવા મળી
ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સામાં સૌથી વધારે હિંસા થઈ
આંદોલન દરમિયાન હિંસામાં મધ્યપ્રદેશમાં પાંચ અને રાજસ્થાનમાં એક વ્યક્તિનું મોત થયું
વિવિધ રાજ્યોમાં સરકારી સંપત્તિને હિંસક ટોળાએ નુકસાન પહોંચાડ્યું
જુદા જુદા રાજ્યોમાં બસ, અન્ય વાહનો, દુકાનોમાં તોડફોડ કરી આગ ચાપવામાં આવી
હિંસા ગ્રસ્ત રાજ્યોમાં સ્થિતિને કાબુમાં લેવા રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરાયા
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે તમામ જરૂરી પગલા લેવા રાજ્યોને સુચના આપવામાં આવી
કેન્દ્ર સરકારની સ્થિતિ પર ચાપતી નજર રહી
બંધ દરમિયાન હિંસામાં તેમની પાર્ટીના લોકોની કોઈ ભુમિકા નથી તેઓ માયાવતીએ દાવો કર્યો
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ફેરવિચારણા અરજી જો પહેલા થઈ ગઈ હોય તે હિંસા ન થઈ હોત તેવો માયાવતીએ દાવો કર્યો
હિંસા ગ્રસ્ત વિસ્તારોમાં ટોળાને કાબુમાં લેવા પોલીસને ગોળીબાર કરવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી
હિંસા ગ્રસ્તે વિસ્તારોમાં સાવચેતીના તમામ પગલા લઈ પુરતી સંખ્યામાં જવાનો ગોઠવાયા
દેશમાં દલિત સંગઠનોના ભારત બંધના કારણે સવારે પ્રતિકુળ અસર જોવા મળી હતી
પંજાબ, ઓરિસ્સા અને બિહારમાં બંધની સૌથી વધારે અસર જોવા મળી હતી. બિહાર અને ઓરિસ્સામાં ટ્રેનો રોકવામાં આવી
દલિત સંગઠનોના લોકો બંધ કરાવવા મનાટે બહાર નિકળ્યા હતા
કેન્દ્રિય કાયદા મંત્રાલય દ્વારા એસસી -એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા કરવા માટેની અરજી દાખલ કરવાની મંજુરી આપી દીધી
આ બંધને ધ્યાનમાં લઇને પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, પરિવહનસેવા બંધ રહી હતી
રાજ્યમાં આજે થનારી ધોરણ ૧૦ અને ૧૨મા ધોરણની સીબીએસઇની પરીક્ષા પણ મોકુફ કરી દેવામાં આવી
આરા, અરરિયા, જહાનાબાદમાં દેખાવકારોએ ટ્રેનો રોકી હતી. જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. ઓરિસ્સાના સંબંલવપુરમા ટ્રેનો રોકવામાં આવી હતી
કોઇ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતા અનેક રાજ્યોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી
થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એસસી એને એસટી એક્ટના વધારે પડતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે ચિંતા વ્યક્ત કરીને તેના હેઠળ નોંધવામાં આવેલા તરત ધરપકડના આદેશ પર વાંધો ઉઠાવ્યો હતો
સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવનાર કેસોમાં આગોતરા જામીનને પણ મંજુરી આપી હતી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાયદાની જોગવાઇ નબળી થઇ જશે તેવી દહેશત બાદ હિંસાની શરૂઆત થઈ હતી અને દલિત સમુદાયના લોકો આજે હિંસા પર ઉતર્યા હતા