ભારત WEFની વ્યાપક વિકાસ યાદીમાં પાક., ચીન કરતાં નીચે ૬૨મા ક્રમાંકે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
સર્વાંગી વિકાસ સૂંચકાંક પર ઊભરતી જતી અર્થવ્યવસ્થામાં ભારતને ૬૨ મું સ્થાન આપવામાં આવ્યું છે જે ચીન અને પાકિસ્તાન કરતાં પણ ઘણું પાછળ છે. ચીનને ૨૬ મો અને પાકિસ્તાનને ૪૭ મો ક્રમ આપવામાં આવ્યો છે. નોર્વે સૌથી અધ્યતન અને ઝડપી ગતિએ વિકાસ પામતી અર્થવ્યવસ્થા રહ્યો છે. ટોચના ક્રમે લિથોનિયાને રાખવામાં આવ્યું છે. વિશ્વ આર્થિક ફોરમે તેનીએક યાદીમાં આવી જાહેરાત કરી છે. સૂચકાંકમાં સંખ્યાબંધ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે જેમાં જીવનશૈલીના ધોરણો, પર્યાવરણીય ટકાઉપણું અને ભાવી પેઢીઓના રક્ષણની વાત કરવામાં આવી છે. તેમાં વૈશ્વિક નેતાઓને સર્વાંગી વિકાસ અને વૃદ્ધિનું કોઈ નવુ મોડલની ખોજ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. તેમાં એવું કહેવાયું કે આર્થિક સિદ્ધી તરીકે જીડીપી પર નિર્ભર રહેવાને કારણે અસમાનતા પ્રવર્તી રહી છે. ગત વર્ષે ૭૯ અર્થવ્યવસ્થામાંથી ભારતને ૬૦ મું સ્થાન આપવામાં આવ્યું હતું. સર્વાંગી વિકાસ સૂંચકાંક પર ઊભરતી જતી અર્થવ્યવસ્થામાં ભારતને ૬૨ મું સ્થાન આપવામાં આવ્યું છે જે ચીન અને પાકિસ્તાન કરતાં પણ ઘણું પાછળ છે. ગત વર્ષે ચીનને ૧૫ મું અને પાકિસ્તાનને ૫૨ મું સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૦૧૮ ના ઈન્ડેક્સમાં જેમાં ત્રણ વ્યક્તિગત પીલરો પર ૧૦૩ અર્થવ્યવસ્થાઓનું આકલન કરવામાં આવ્યું હતું જેમ કે વિકાસ વૃદ્ધિ અને સર્વાંગપણું. તેને બે ભાગોમાં વેહંચી દેવામાં આવ્યું છે. પહેલા ભાગમાં અગ્રિમ ૨૯ દેશોની અર્થવ્યવસ્થા તથા બીજા ભાગમાં ૭૪ અર્થવ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓછો સ્કોર મળ્યો હોવા છતાં પણ ભારતનો સમાવેશ ટોચની ઊભરતી જતી દશ અર્થવ્યવસ્થામાં કરવામાં આવ્યો છે. ટોચના પાંચ દેશોમાં લુથિયાના, હંગેરી, લટવિયા અને પોલેન્ડનો સમાવેશ થાય છે. અગ્રિમ અર્થવ્યવસ્થા ધરાવતા દેશમાં નોર્વે પછી આયરલેન્ડ, સ્વિઝરલેન્ડ અને ડેન્માર્કનો સમાવેશ થાય છે. ચીનને ૨૬ મો અને પાકિસ્તાનને ૪૭ મો ક્રમ આપવામાં આવ્યો છે. નોર્વે સૌથી અધ્યતન અને ઝડપી ગતિએ વિકાસ પામતી અર્થવ્યવસ્થા રહ્યો છે.ભારતના પડોશી શ્રીલંકાને ૪૦ મું અને બાંગ્લાદેશને ૩૮ મું સ્થાન આપવામાં આવ્યું છે. ભારત કરતાં સારો દેખાવ કરનાર રાષ્ટ્રોમાં માલી, ઉગાન્ડા, રવાન્ડા, બરૂડી, ઘાના, ઉક્રેન, સાઈબેરીયા, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, ઈરાન, મેક્સિકો, થાઈલેન્ડ તથા મલેશિયાનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks