ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવકનું ચાર શખ્સોએ અપહરણ કરતાં ચકચાર

ભાવનગર, તા.ર૪
ભાવનગર મહાનગરપાલિકાના કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના નગરસેવક ઘનશ્યામભાઈ ચુડાસમા આજે સવારના ૧૧થી ૧ર વાગ્યાના સુમારે કુંભારવાડાના રામદેવનગર વિસ્તારમાંથી બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ પરિક્ષામાં આવેલા ચાર શખ્સોએ ફિલ્મી ઢબે તેમનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી કુંભારવાડા તરફ લઈ ગયા હતા અને ઘનશ્યામભાઈને મૂઢમાર માર્યો હતો. ઘનશ્યામભાઈ ચાલુ રિક્ષાએ ઠેકડો મારી ઉતરવા ગયા તે વેળાએ તેઓને હાથ-પગે ઈજાઓ થઈ હતી અને આંખ ઉપર પણ મૂઢમાર લાગ્યો હતો. તાત્કાલિક તેમને ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા કોંગ્રેસના હોદ્દેદારો-આગેવાનો, કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતા. આજે મોડી સાંજ સુધી આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવથી નગરસેવકોમાં અને કોંગ્રેસ પક્ષમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks