ભાવનગરમાં નાણાંની લેતી દેતી બાબતે હુમલો

ભાવનગર, તા.ર૪
ભાવનગર શહેરના ચિત્રા, સરિતા સોસાયટી શેરી નં.૧૧માં રહેતા અજયસિંહ દિલીપસિંહ ચુડાસમા (ઉ.વ.ર૮) નામના યુવાને કુલદીપસિંહ રણજીતસિંહ પાસેથી થોડા સમય પહેલાં રૂા.૩ લાખ લીધેલા હોય હોય તે અંગે કુલદીપસિંહે અવારનવાર ઉઘરાણી કરી હતી. તેમાં ગત મોડીરાત્રે કુલદીપસિંહે ફોન કરી નાણાંની ઉઘરાણી કરી અજયસિંહને કવાર્ટર પાસે બોલાવી લડાઈ ઝઘડો કરી કુલદીપસિંહ અને ઋષીરાજસિંહે એકસંપ કરી અજયસિંહને મારમારી ઈજા પહોંચાડી નાસી ગયાની અજયસિંહે પોલીસ ફરિયાદ નોંધાવતા ‘ડી’ ડિવિ. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks