ભાવનગર, તા.૫
ભાવનગર શહેર વિસ્તારમાં ના.રા.માં હતાં તે દરમિયાન ગંગાજળિયા તળાવ, પથિકાશ્રમ પાસે આવતાં ગંગાજળિયા મુજબના ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ અતુલશક્તિ પેસેન્જર રિક્ષામાં બેસેલ અકરમભાઇ સતારભાઇ સેલોત (ઉ.વ.૨૨) તથા દર્શનભાઇ જીતુભાઇ વાજા (ઉ.વ.૨૨) મળી આવેલ. તેઓ બંને પાસેથી રોકડ રૂા.૨,૭૦૦/-મળી આવેલ. જે રોકડ રૂપિયા બાબતે પૂછતાછ બંને ઇસમોએ ગઇ તા.૦૩/૦૨/૨૦૧૮ના સાંજના સમયે તળાવમાંથી બે પેસેન્જરને લૂંટી લીધેલ તે હોવાનું જણાવેલ. જે રોકડ રૂ.૨,૭૦૦/- તથા અતુલશક્તિ રીક્ષા કિ.રૂ.૨૫,૦૦૦/-મળી કુલ રૂા.૨૭,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને બંને ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
Facebook
0
Twitter
0