ભાવનગર,તા.૧
ભાવનગર શહેરમાં આગામી તા.૪/૭/ર૦૧૯ને ગુરૂવારના રોજ રથયાત્રા નિકળનાર છે. તે દરમ્યાન ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસથા જળવાઈ રહે અને સુલેહ-શાંતિ અને કોમીએકતા, ભાઈચારા અને એખલાસના માહોલમાં રથયાત્રા સંપન્ન થાય. તેવા હેતુથી આજરોજ બપોરે ૧ કલાકે ભાવનગર એસ.પી. કચેરી હોલ ખાતે ભાવનગર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, સિટી ડીવાયએસપી મનીષ ઠાકર, ભાવનગર શહેરના તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુસ્લિમ સમાજ દ્વારા જુદા-જુદા સુચનો કરવામાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રા દરમ્યાન તમામ બાબતે સાથ અને સહકાર આપવાની તંત્રને ખાત્રી આપવામાં આવી હતી.
આ બેઠકમાં ભાવનગર કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ મહેબુબભાઈ શેખ, ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, શબ્બીર ખલાણી, સીરાજ નાથાણી, મુસ્તુફા ખોખર, સલીમ શેખ, આરીફ કાલ્વા, હુસેનમિયાંબાપુ, નાહીન કાઝી, સાજીદ કાઝી, ઈમરાન શેખ (બોસ), રજાક કુરેશી, મજીદભાઈ સોલંકી (સાણોદર), સલીમભાઈ વરતેજી, મુન્નાભાઈ વરતેજી, હનીફભાઈ મેટલ (મોટાભાઈ), શબ્બીર અસારિયા, તાહીરભાઈ બત્તીવાલા, રીઝવાન ખેતાણી સહિતના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.