ભાવનગર-અમદાવાદ વચ્ચે ૩૦ કિ.મી.નું અંતર ઘટશે અને બે કલાક બચશે ??

ભાવનગર, ૧૧
અમદાવાદથી ભાવનગરનું અંતર હાલના ૧૭૦ કિ.મી. ની જગ્યાએ ૧૪ર કિ.મી. થશે. અધેલાઈથી નારી જંકશનવાળો રસ્તો અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે અમદાવાદ-ભાવનગરની મુસાફરી સરળ બનાવશે અને અમદાવાદ-ભાવનગરનું અંતર ૩૦ કિ.મી. જેટલું ઘટાડશે અને હાલના સાડા ત્રણ કલાકની જગ્યાએ મુસાફરીનો સમયગાળો પણ અંદાજે બે કલાક જેટલો ઘટશે અને તેનાથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનું જોડાણ વધારે સારૂં બનશે.
ઉક્ત પ્રેસ નોંધ માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં નવો રસ્તો બંધાતા અમદાવાદ-ભાવનગર વચ્ચે ૩૦ કિ.મી.નું અંતર ઘટશે જ્યારે બે કલાકનો સમય બચશે એવું જણાવાયું છે. ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ૩૦ કિ.મી. ઘટવાની બે કલાક કેવી રીતે બચે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks