ભાવનગર, તા.ર૧
ભાવનગર જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતના પ્રમુખોની આજરોજ જુદા-જુદા તાલુકા મથકોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખપદે ભાજપના ગોહિલ બચુબેન રઘુભાઈ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે હરકટ ગવુબેન માણસુરભાઈ ચૂંટાઈ આવ્યા હતા.
જ્યારે ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખપદે કોંગ્રેસના ઉમેદવાર ગોહિલ સંજયસિંહ સુખદેવસિંહ (માલપર) અને ઉપપ્રમુખ પદે જગુબેન વિનુભાઈ ગોહિલ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખપદે ભાજપના મકવાણા આશાબેન ચંદુભાઈ જ્યારે ઉપપ્રમુખ પદે ગોહિલ ગીતાબા શક્તિસિંહ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખપદે ભાજપના ઉમેદવાર ભાલિયા દુલાભાઈ ઓઘડભાઈ અને ઉપપ્રમુખપદે નગવાડિયા મધુભાઈ જસાભાઈ ચૂંટાઈ આવ્યા હતા.
જેસર તાલુકા પંચાયતના પ્રમુખપદે ભાજપના સોલંકી લીલાબેન મગનભાઈ અને ઉપપ્રમુખપદે સરવૈયા જીતેન્દ્રસિંહ ચંદુભા ચૂંટાઈ આવ્યા હતા. ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખપદે કોંગ્રેસના ઉમેદવાર વિરાણી દેવકુંવરબેન બાબુભાઈ અને ઉપપ્રમુખપદે સાંડસુર કનુભાઈ નાગભાઈ ચૂંટાઈ આવ્યા હતા.
પાલિતાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખપદે ભાજપના ગોટી ગોરધનભાઈ કરમશીભાઈ અને ઉપપ્રમુખપદે વાઘેલા ગોપાલભાઈ નાથાભાઈ ચૂંટાઈ આવ્યા હતા. શિહોર તાલુકા પંચાયતના પ્રમુખપદે કોંગ્રેસના ઈલાબા જયદેવસિંહ અને ઉપપ્રમુખ પદે આલ ગોકુળભાઈ રત્નાભાઈ ચૂંટાઈ આવ્યા હતા.
વલ્લભીપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખપદે કોંગ્રેસના ગોહેલ જયાબેન કમાભાઈ અને ઉપપ્રમુખપદે લશ્કરી મંજુલાબેન મોતીરામભાઈ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ઉમરાળા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવારમાં કોંગ્રેસના ખેરાળા વસંતબેન ઘનશ્યામભાઈ અને ઉપપ્રમુખપદે મોતીસરિયા ઘનશ્યામભાઈ બેચરભાઈ ચૂંટાઈ આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકા પંંચાયતોમાંથી પાંચ તાલુકા પંચાયત કોંગ્રેસ અને બાકીની પાંચ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખના ઉમેદવારો આજરોજ ચૂંટાઈ આવ્યા છે.