ભિલોડાનો લીલછા કોઝવે પાણીમાં ગરકાવ; ખેડૂત દંપતીનો આબાદ બચાવ

 

મોડાસા, તા.૩૧
ચોમાસાની ઋતુમાં દરવર્ષે ઇન્દ્રાસી નદીમાં પાણી આવતા ભિલોડા- લીલછા ગામને જોડાતા કોઝવે પર પાણી ફરી વળતા લીલછા ગામ ભિલોડાથી વિખૂટું પડી જાય છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદના પગલે ભિલોડા-લીલછા ગામને જોડતા કોઝવે પર પાણી વહી રહ્યું છે ત્યારે લીલછા ગામના દાઉદભાઈ મન્સુરી તેમના પત્ની સાથે ખેતરમાં જઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કોઝવે પરથી વહી રહેલા પાણીના પ્રવાહમાં ખેડૂતે બાઇક હંકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બાઇક ચાલક ખેડૂતે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને ખેડૂત દંપતી પાણીના પ્રવાહમાં તણાઇને કોઝવેમાં ગરકાવ થઇ રહ્યા હતા ખેડૂત દંપતીને તરતા આવડતું હોવાથી અને સ્થાનિક લોકોની નજર પડતા તેઓ દોડી ગયા હતા. અને કોઝવેમાં ડૂબતા પહેલા જ ખેડૂત દંપતીને બચાવી લઈ પાણીમાં તણાઈ રહેલી બાઈક ભારે જહેમત બહાર સ્થાનિક લોકોએ કાઢી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓ પર બનાવેલ કોઝવે પર પાણી ફરી વળતા પાણીના ધમધસતાં પ્રવાહના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે મેઘરજ તાલુકાના વડથલી નજીક પસાર થતી સુખડ નદી બે કાંઠે થતા વડથલી-ખોખરીયા કોઝવે પર પાણી ફરી વળતા જીતપુર,અદાપુર,નીલકંઠ સહીત ૧૦ થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને માઝૂમ વૈડી ડેમ પણ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks