નવી દિલ્હી, તા.ર૧
તામિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરનો શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામવેશ કરાયો છે. ભુવનેશ્વર અને શિખર ધવનને પોતાના પર્સનલ કારણોસર સામેલ કરાયા નથી. નાગપુરમાં ર૪મી નવેમ્બરથી શરૂ થનાર બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરાઈ છે. પોતાના લગ્નના કારણે ભેવનેશ્વર આગામી બે ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં શિખર પણ પર્સનલ કારણોસર ઉપલબ્ધ રહેશે નહીં. બીસીસીઆઈએ એક યાદીમાં જણાવ્યંુ છે કે બંને ખેલાડીઓએ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટને પોતાનું નામ સામેલ નહીં કરવા અનુરોધ કર્યો હતો. ટીમ : કોહલી (કપ્તાન), રાહુલ, વિજય, પુજારા, રહાણે (ઉપકપ્તાન), રોહિત શર્મા, સાહા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મો.શમી, ઉમેશ યાદવ, ઈશાન્ત શર્મા, વિજય શંકર.
Facebook
0
Twitter
0