ભુવનેશ્વર કુમાર ૪ વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતની ્૨૦ૈં ટીમમાં પરત ફર્યા હતા. તેમણે ચાર મેચમાં ૧૮૦ રન આપ્યા અને માત્ર એક વિકેટ ઝડપી
તા.૨
T20I શ્રેણી બાદ ભારતીય ટીમમાં ખુશીનું વાતાવરણ નહોતું કારણ કે, શ્રેયસ અય્યરના નેતૃત્ત્વ હેઠળની ટીમે પ્રથમ ત્રણ મેચ જીત્યા પછી છેલ્લી બે મેચ ગુમાવી દીધી હતી. જ્યારે ટીકાકારો આ શ્રેણીના પ્રદર્શનનું વિશ્લેષણ કરી રહ્યા છે, ત્યારે ૨૦૦૭T20I વર્લ્ડકપ વિજેતા અને ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ટીકા કરી છે. તેમણે અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનો ટીમમાં સમાવેશ કરવા બદલ સવાલ ઉઠાવ્યા છે કારણ કે, ભુવનેશ્વર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભુવનેશ્વર ચાર વર્ષના લાંબા ગાળા બાદ રાષ્ટ્રીય ટીમમાં પાછા ફર્યા હતા. ઇરફાનના મતે આ નિર્ણય તર્કસંગત નહોતો, ખાસ કરીને જ્યારે ્૨૦ વર્લ્ડકપ હજુ ઘણો દૂર છે.ઇરફાને પોતાની યુટ્યુબ ચેનલ પરના એક વીડિયોમાં કહ્યું, ‘મારા મતે, પસંદગીકારો ક્યાં થાપ ખાઇ ગયા ? તેમણે આ શ્રેણીમાં ભુવનેશ્વર કુમારને રમાડીને ભૂલ કરી છે. તેમાં કોઇ શંકા નથી કે ભુવનેશ્વર એક સારા બોલર અને વરિષ્ઠ ખેલાડી છે. પરંતુ જ્યારે T20 વર્લ્ડકપ હજુ ઘણો દૂર છે, ત્યારે તેમને અહીં રમાડવા તે પ્રશ્નાર્થ ઊભો કરે છે. જો તમે ભુવનેશ્વરને ૫૦ ઓવરના (વન-ડે) વર્લ્ડકપ માટે તૈયાર કરી રહ્યા હોત – જે પ્રમાણમાં નજીક છે – તો તે સમજવા જેવી વાત હોત.’તેમણે વધુમાં કહ્યું, ‘તેમને આ શ્રેણીમાં સામેલ કરીને તમે યુવા ઝડપી બોલરોને તક આપવાનું ચૂકી ગયા. તેમની જગ્યાએ કોઇ યુવા ખેલાડી રમી શક્યો હોત અને મૂલ્યવાન અનુભવ મેળવી શક્યો હોત. મયંક (યાદવ) બધી મેચ રમી શક્યા હોત અને તેમને સારો અનુભવ મળ્યો હોત, તેમજ પ્રિન્સ યાદવ પણ રમી શક્યા હોત. તમે તમારા યુવા ઝડપી બોલરોને ન્યૂઝીલેન્ડની ધરતી પર સારો અનુભવ મેળવવાની એક સુવર્ણ તક ગુમાવી દીધી.’ ઇરફાને સ્પષ્ટ કર્યું કે, તેમની ટીકા ભુવનેશ્વરની કુશળતા પર સવાલ ઉઠાવવા માટે નહોતી, ભલે આ અનુભવી ઝડપી બોલર ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ્૨૦ૈં શ્રેણીમાં કોઇ ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હોય.તેમણે કહ્યું, ‘હું એટલા માટે આવું નથી કહી રહ્યો કે ભુવનેશ્વરે સારૂં પ્રદર્શન નથી કર્યું. એવું નથી. જો કે, તે થોડો કમનસીબ રહ્યો – તેણે તેની પ્રથમ બે ઓવરમાં સારી બોલિંગ કરી હતી પરંતુ બાદમાં જ્યારે તેણે પાવરપ્લેની છેલ્લી ઓવર નાખી, ત્યારે તેણે રન આપી દીધા. આવી બાબતો કોઇપણ ખેલાડી સાથે બની શકે છે. તેની કુશળતા પર કોઈ શંકા નથી.’ઇરફાનના મતે હવે સમય આવી ગયો છે કે પસંદગીકારો ૩૬ વર્ષીય ઝડપી બોલરને ફરીથી ટીમમાં સામેલ કરવાને બદલે મયંક યાદવ, પ્રિન્સ યાદવ અને અન્ય યુવા બોલરોમાં રોકાણ કરે (તેમને તક આપે).તેમણે સમજાવ્યું, ‘મુખ્ય પ્રશ્ન સમયનો છે. શું આ કોઇ યુવા ઝડપી બોલર માટે વધુ સારી તક ન હોઈ શકે ? મને લાગે છે કે, ચોક્કસહોઇ શકે. તમારે એ સમજવું પડશે કે જો તમારે ઝડપી બોલરો તૈયાર કરવા હોય, તો તેમને તકો આપવી અને તેમને એવી પિચો પર રમવા દેવા ખૂબ જરૂરી છે જ્યાં ભૂલ થવાની શક્યતા (માર્જિન) ખૂબ ઓછી હોય.’