ભૂજમાં યુવાનને છરી બતાવી લૂંટી લેનાર ત્રણ ઝડપાયા

(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા. ર૩
ભૂજ શહેરના ભુજિયા ડુંગર ઉપર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા યુવાનને છરી બતાવી રોકડ રૂપિયાની લૂંટ ચલાવનાર ૩ યુવાનોને પોલીસે તાત્કાલિક શોધી લઈ ધરપકડ કરી છે.
ભૂજ તાલુકાના પધ્ધર ગામના ભરત રવજી આહીર પોતાની ગર્લફ્રેન્ડ સાથે તા. રર/૮ના સાંજે ભુજિયા ડુંગર ઉપર ફરવા ગયેલ ત્યારે ત્યાં આવેલ ચાર યુવાનોએ છરી બતાવી ભરતના ખિસ્સામાં એક હજાર રોકડા લૂંટી લીધા હતા. બાદમાં ભરત દ્વારા તાત્કાલિક સડક ઉપર પહોંચી પસાર થઈ રહેલ પોલીસને જાણ કરતા ભૂજ શહેર બી-ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને ભૂજના ફિરોઝ ભીલાલ સીધીક, મોહીન રજાક નાડે, અબ્દુલ્લ શકુર ખત્રી અને ઈરફાન લોટાર નામના શખ્સોની ઓળખ કરી લીધી હતી. જો કે, ઈરફાન લોટાર નાસી છૂટતા અન્ય ત્રણ યુવાનોની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks