(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૨૨
ભૂજ શહેરના કેમ્પ વિસ્તારમાં સોમવારની બપોરે ૧.૩૦ વાગ્યાના અરસામાં છરીના ઘા મારી યુવાનની કરપીણ હત્યા થતા ચકચારમચી ગઈ હતી.
ભૂજ શહેરમાં દૂધની ફેરી કરતો ગફાર રહેમતુલ્લા થેબા (ઉ.વ.૨૬) એ તા.૨૧-૧ રવિવારના રોજ કેમ્પ વિસ્તારમાં પાનની કેબિન ઉપર અન્ય યુવાન સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનઃદુખ રાખી આરોપી અનવર સિંકદર લાખા અને તેની સાથેના અન્ય એક યુવાને ગફારને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.
બનાવની જાણ થતા ભૂજની સરકારી હોસ્પિટલમાં કેમ્પ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ભૂજ શહેર એ ડીવીઝન પોલીસ ઈન્સ. જે.એમ.આલ સાથે પોલીસ કાફલો હોસ્પિટલ ચોકી ધસી આવ્યો હતો.
લઘુમતી અગ્રણી રફીકભાઈ મારા, ગનીભાઈ કુંભાર, ફકીરમામદ ચાકી, મુસ્તાકભાઈ હિંગોજા, કાસમભાઈ વગેરે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સરકારી કાર્યવાહીમાં મદદરૂપ બન્યા હતા. આરોપીને પકડવા પોલીસે તજ્વીજ હાથ ધરી છે.