ભૂજ તાલુકાના અજરખપુરમાં ફોક ફેસ્ટીવલ સફળતાપૂર્વક સંપન્ન

ભૂજ,તા.૧૭
શ્રૃજન સંચાલિત ભૂજ-ભચાઉ હાઈવે, અજરખપુર ખાતે આવેલા હસ્તકળાના જીવંત મ્યુઝિયમ “લિવીંગ એન્ડ લર્નીંગ ડિઝાઈન સેન્ટર” (LLDC) ખાતે જાન્યુઆરી ૧૦થી ૧૩ દરમિયાન ૪ દિવસીય ભવ્ય લોક સાંસ્કૃત્તિક મેળો ‘એલ.એલ.ડી.સી. ફોક ફેસ્ટીવલ ૨૦૧૮’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છની પરંપરાગત ભાતીગળ લોક સંસ્કૃતિની અસલ ઝલક સમાન આ લોક મહોત્ત્સવ અને વિવિધ કલાત્મક પ્રદર્શની આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
આ લોક સાંસ્કૃતિક મેળો ‘એલ.એલ.ડી.સી. ફોક ફેસ્ટીવલ ૨૦૧૮’નો મુખ્ય ઉદ્દેશ કચ્છના ગ્રામિણ પરંપરાગત ક્રાફટના કારીગરોને એક અનેરૂ પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવાનું હતો. આ મારફતે કચ્છી હસ્ત કલા અને તેના કારીગરો વધુ લોકો સુધી પહોંચશે અને સાથોસાથ કચ્છ ભાતીગળ લોક સંસ્કૃતિ પણ ઉજાગર થશે.
હસ્તકળાના જાણીતા નિષ્ણાતો-કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવેલ સાથોસાથ આ પરંપરાગત હસ્તકળાઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરાયું હતું. કચ્છની જુદી-જુદી જાતિઓના લોકપ્રિય નૃત્યો-રાસ દરરોજ અલગ-અલગ મંડળીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. રતનપર ખડીરની સાંગવારી રાસ મંડળીના આવરી રાસ, ચાલખી રાસ, તલવાર રાસ, ઢોરીની બંસીઘર રાસ મંડળીના પ્રસિદ્ધ આહીર રાસ, ચાલખી રાસ, અઠીંગો રાસ, તો કચ્છી સીદી ઘમાલ અને તેના અદ્‌ભુત કરતબ લોકોને આશ્ચર્ય ચકિત કરેલ. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનાર જામખંભાળીયાના ઈન્ટરનેશનલ આંબાવાડી કલાવૃંદના અનેરા નૃત્યોથી લોકનૃત્ય કલા દીપી ઉઠી હતી. દેશ-વિદેશમાં ૪૫ વર્ષોથી લગભગ ૧૫૦૦ જેટલા વિવિધ કાર્યક્રમો દ્વારા ધૂમ મચાવનાર ભાવનગરની હતી. ઓમ શિવ સંસ્થાના લોક નૃત્યોથી સ્ટેજ ધમધમી ઉકેલ. જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે છેલ્લા ૧૭ વર્ષોથી અનેક ઈનામો જીતનાર નૃપૃર ડાન્સ એકેડમીના જાણીતા નૃત્યકારોના વિવિધ કચ્છી લોક નૃત્યો લોકોના મન મોહી લીધા હતા.
કચ્છનું જાણીતું મનમોહક લોક સંગીત અને આ ક્ષેત્રે વર્ષોથી પ્રવૃત કલા વારસો સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ પ્રસિદ્ધ કલાકારો આ ચાર દિવસ દરમિયાન પોતાની જુદી જુદી ગાયના શૈલી અને વિવિધ સૂરિલા કચ્છી વાદ્યો થકી મેળાને સંગીતમય બનાવેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks