(એજન્સી) તા.૧૪
વિશ્વના અનેક દેશ એકબીજા સાથે યુદ્ધ લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. ભારતની સાથે ચીન અને પાકિસ્તાનના સંબંધો બગડેલા છે તો અમેરિકા અને ચીનની વચ્ચે સાઉથ ચાઈના સીમા યુદ્ધ જેવી સ્થિતિ છે તો કેટલાક દિવસોથી દિવસોથી ઈઝરાયેલ પેલેસ્ટીન પર મિસાઈલથી હુમલા કરી રહ્યું છે. વર્તમાન મામલો તુર્કી અને ગ્રીસની વચ્ચે ખરાબ થયો છે જેના કારણે મેડિટેર્રેનીયન દરિયાની નીચે ખનીજ તત્વોનો ભંડાર છે. દરિયાના આ વિસ્તારમાં તુર્કી અને ગ્રીસ બંનેની સરહદ લાગે છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ અર્દોગનના આદેશ પછી અહીં ખનીજ તત્વોને નીકાળવા માટે ડ્રિલિંગનું કામ થઈ રહ્યુંછે. જેનો ગ્રીસે વિરોધ કર્યો છે. મેડિટેર્રેનીયનમાં હાલમાં તુર્કી અને ગ્રીસની નેવી સામસામે આવી ગઈ છે અને ફ્રાન્સે પણ પોતાની સેના ગ્રીસની મદદ માટે મોકલી દીધી છે ત્યારપછી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તુર્કીએ જ્યારથી આગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદ બનાવી છે તેનો પણ ગ્રીસને ગુસ્સો છે કારણ કે અહીં ગ્રીક લોકોએ જે ચર્ચ બનાવ્યા હતા તેને ખરીદી તુર્કીએ મસ્જિદ બનાવી હતી પરંતુ ફરી અતા તુર્કે તે મસ્જિદને મ્યુઝિયમમાં બદલી દીધી હતી જેને ફરીથી મસ્જિદ બનાવી દીધી છે. મેડિટેર્રેનીયન દરિયામાં થવા જઈ રહેલું યુદ્ધ એ માટે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. કારણ કે તુર્કીની વિરૂદ્ધ યુએસ, યુએઈ, સઉદી અરબ, ઈજિપ્ત, ઈઝરાયેલ, ફ્રાન્સ અને સાઈપ્રસ ગ્રીસની મદદ કરવા માટે અને તેને ચારે તરફથી ઘેરવા માટે આગળ વધી રહ્યા છે. યુએઈના રાજા મોહંમદ બીન જાએદના પુત્ર હસન સજવાનીએ પણ ટ્વીટ કરી જણાવ્યું છે કે તુર્કીને પોતાનો સામાન ભરી આ દરિયામાંથી નીકળવું પડશે.