ભૂલથી ભારતની સરહદમાં પ્રવેશેલા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના ૧૧ વર્ષના કિશોરને નવા કપડાં અને મીઠાઈ આપી પરત મોકલાયો

(એજન્સી) પૂંચ, તા.ર૮
પૂંચ સરહદે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી ભારતમાં ભૂલથી સરહદ પાર કરી આવી ચડેલ ૧૧ વર્ષના મોહંમદ અબ્દુલ્લાહ નામના એક કિશોરને ૪ દિવસ બાદ પાકિસ્તાની સત્તાવાળાઓને સોંપી દેવાયો હતો. ૧૧ વર્ષનો છોકરો મોહંમદ અબ્દુલ્લાહ દગેવાર ખાતે પૂંચ સરહદે સેનાના હાથે ઝડપાઈ ગયો હતો. તેને તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસના હવાલે કરાયો હતો. પોલીસે તેને પરત મોકલવા સંબંધી યોગ્ય કાર્યવાહી કરી હતી. રક્ષા મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે યુવાન છોકરાને માનવીય આધારે મુક્ત કરી બંને દેશો વચ્ચે વિશ્વાસ સંપાદનની ભાવના પ્રબળ બનાવવાનો હેતુ હતો. નિર્દોષ નાગરિકો સાથે સેના માનવીય અને લાગણીશીલ ભાવથી વર્તતા કિશોરને નવા વસ્ત્રો અને મીઠાઈના બોક્ષ સાથે પરત પાકિસ્તાન વિદાય કરાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks