અમદાવાદ,તા.૮
ચોમાસાની સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોને કારણે રોગચાળો વધતા આરોગ્ય ખાતું દોડતું થયું છે. ત્યારે બુધવારે એએમસીના આરોગ્ય વિભાગ દ્રારા મચ્છરોના પોરા અંગે ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.
હિમાલયા મોલ, મેકડોનાલ્ડર્સ, સિમ્સ હોસ્પિલ, સિલ્વર ઓક કોલેજ, સહિત વિવિધ એકમોનું ચેકીંગ કરાયું હતું. ચેકીંગ દરમિયાન બ્રિડિંગ મળ્યા હતા તેવા એકમોને નોટીસ આપીને દંડ વસુલવામાં આવ્યો હતો.
ખાસ કરીને કનસ્ટ્રકશન સાઈટ પર પાણી ભરાઈ રહેતું હોય છે. જેથી મોટા પાયે આવી જગ્યાએ મચ્છરોનું બ્રિડિંદ વધુ જોવા મળે છે. ચેકીંગ દરમિયાન જરૂર જણાય ત્યાં ફોગીંગ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જે એકમો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. તેની પર નજર કરીએ તો ક્રાફટ સેવન કન્સટ્કશન સાઈટ ગોતાને ૧૦ હજારનો દંડ, મેકડોનાલ્ડર્સ અને વાઈડ એગંલને રૂપિયા ૩૫૦૦નો દંડ તેમજ હિમાલ્યા મોલને ૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.