મધ્યપ્રદેશમાં રોજના ૬૧ બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામે છે !!?

(એજન્સી) ભોપાલ,તા.૨૭
ભારતના મધ્ય પ્રદેશમાં દિલને દુખ પહોંચાડનારી વાત સામે આવી છે. આ રાજ્યમાં રોજના ૬૧ બાળકો ભૂખને લીધે મરી રહ્યા છે. આ બાળકોની ઉંમર ૦-૫ વર્ષની છે. માત્ર ૧ વર્ષની ઉમરના લગભગ ૬૦૨૪ બાળકો ભૂખને લીધે મૃત્યુ પામે છે. તેની સાથે ૧-૫ વર્ષના ૧૩૦૮ બાળકોના મોત થયા છે. આમ કુલ ૭૩૩૨ બાળકોમા મોત થયા છે. આ અંગેની જાણ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય રામનિવાસ રાવતે એક સવાલના જવાબમાં મહિલા બાળ વિકાસ મંત્રી અર્ચના ચિટનીસને પૂછવામાં આવતા થઈ હતી. કોંગ્રેસ ધારાસભ્યએ મહિલા બાળ વિકાસ મંત્રીને પૂછ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૮થી મે સુધી ૧૨૦ દિવસોમાં કુલ કેટલા બાળકોનું વજન ઓછું હતું અને તેમાંથી કેટલા મૃત્યુ પામ્યા હતા. ચિટનીસે જવાબમાં કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ૧૧૮૩૯૮૫ બાળકો ઓછા વજનના હતા અને એકદમ ઓછા વજનને લીધે ૧૦૩૦૮૩ બાળકો મળી આવ્યા હતા. જેમાના મોટા ભાગના બાળકોનું કારણ અલગ અલગ બીમારીો બતાવવામાં આવી હતી. રાવતનું કહેવું છે કેસ રાજ્ય સરકારે કુપોષણ દૂર કરવા માટેના તમામ દાવા કર્યા છે, પરંતુ બાળકોને બચાવવામાં આવી શકાતા નથી, જે ઘણી દુખદ વાત છે. છેલ્લા ૧૨૦ દિવસોમાં ૭૩૩૨ બાળકોના મોતથી ક્લિયર છે કે રોજના ૬૧ બાળકો મૃત્યુ પામી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks