મધ્યપ્રદેશમાં ૭ વર્ષીય કિશોરીને અપહરણ, દુષ્કર્મ બાદ શાળા નજીકના જંગલમાં મરવા માટે ત્યજી દેવાઈ

(એજન્સી) મંદસૌર, તા.૨૮
મધ્યપ્રદેશના મંદસૌરમાં અજાણ્યા શખ્સ દ્વારા ૭ વર્ષીય કિશોરીનું કથિત રીતે તેની શાળા બહારથી અપહરણ અને દુષ્કર્મ આચર્યા બાદ એક નિર્જન જંગલમાં મરવા માટે ત્યજી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરી ગળું કાપેલી હાલતમાં મળી આવી હતી. તેના ચહેરા અને શરીર પર ઊંડા ઘા જોવા મળ્યા હતા. એસપી મનોજ સિંઘે જણાવ્યું કે, બુધવારે લક્ષ્મણ દરવાજા નજીક સવારે ૧૦ વાગ્યે કિશોરી મળી હતી. તેના સમગ્ર શરીર પર ઈજાઓ હતી. તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે કિશોરીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે ઈન્દોર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહેવાલ મુજબ મંગળવારે હાફિઝ કોલોની ખાતેની શાળામાંથી કિશોરી ગુમ થઈ હતી. કિશોરીના દાદા જ્યારે તેને લેવા શાળાએ પહોંચ્યા ત્યારે કોઈ અંકલ તેને લઈ ગયા હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું. પીડિતાના પરિવાર શોધખોળ આદરી હતી અને પોલીસમાં કિશોરી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે એટલે કે, બુધવારની સવારે શોધખોળ દરમિયાન શાળાથી ૭૦૪ મીટર દૂર લક્ષ્મણ દરવાજા નજીકના જંગલમાંથી મળી આવી હતી. કિશોરી પર શારીરિક હુમલો થયો હોવાનું જોવા મળ્યું હતું. કિશોરીના મૃતદેહ પાસે તેનું સ્કૂલ બેગ, વોટર બોટલ, લન્ચ બોક્સ વિખેરાયેલ હતું. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની ખાલી બોટલો પણ જપ્ત કરી હતી. કિશોરીના મેડિકલ રિપોર્ટમાં કિશોરી સાથે દુષ્કર્મ અને તિક્ષ્ણ હથિયારથી હુમલો થયો હોવાની પુષ્ટિ થઈ છે. ડૉક્ટરો મુજબ કિશોરીનું પુષ્કળ લોહી વહી ગયું હતું અને તેણી ગંભીર હાલતમાં હતી. સીસીટીવી ફૂટેજના આધારે ઈરફાન નામના મજૂરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કિશોરીના કપડાં પરથી તેનું લોહી મળી આવ્યું છે. સીસીટીવી મજૂર ઈરફાનના પરિવારમાં અકસ્માતનું જુઠ્ઠાણું કરીને કિશોરીને લઈ જતો જોવા મળ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks