મની લોન્ડરીંગમાં નવા કાયદાને લઇ સીએની ભૂમિકા પડકારજનક

અમદાવાદ,તા.૧૧
મની લોન્ડરીંગમાં નવા કાયદો અને જોગવાઇઓ અમલમાં આવતાં હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સની ભૂમિકા વધુ પડકારજનક અને મહત્વની બની રહેશે. કાયદામાં ફેરફારો તપાસ એજન્સીઓની ટીમ સાથે કામ કરવામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ માટે નવી ક્ષતિજો ખોલશે એમ અત્રે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના જોઇન્ટ ડાયરેકટર વિશાલ સનપે જણાવ્યું હતું. ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ) દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજી પરની રાષ્ટ્રીય સ્તરની ડીજીટલ એન્ડ ફોરેન્સીક વિષય પર બીજી વાર્ષિક કોન્ફરન્સનો ગઇકાલથી અમદાવાદમાં પ્રારંભ થયો હતો. જેમાં આજે ડિકોડીંગ મની લોન્ડરીંગ, મની લોન્ડરીંગ ઇન ધીસ ડીજીટલ ઇમર્જન્સ, ફોરેન્સીક વર્ચ્યુઅલ ટુ રિયાલિટી અને ઇમર્જીંગ ડિજીટલ કરન્સી બિટકોઇન, બ્લોક ચેઇન્સ, ક્રિપ્ટો કરન્સીઝ સહિતના મુખ્ય વિષયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદેથી બોલતાં ઇડીના જોઇન્ટ ડાયરેકટર સનપે આ મુજબ જણાવ્યું હતા. આઇસીએઆઇની આ બીજી વાર્ષિક કોન્ફરન્સનું ઉદ્‌ઘાટન ગઇકાલે એસીબીના સ્પેશ્યલ ડાયરેકટર કેશવકુમાર અને ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુુનિવર્સિટીના ડાયરેકટર જનરલ ડો.જે.એમ.વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઇસીએઆઇની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતું કે, જેટલા પણ સાયબર ક્રાઇમ થાય છે, તેમાં મોટાભાગના ફાયનાન્સીયલ ફ્રોડના હોય છે. સાયબર ક્રાઇમના કુલ કેસોમાં ૩૩ ટકા તો ફાયનાન્સીયલ ફ્રોડના હોય છે. દર દસ મિનિટે એક સાયબર ક્રાઇમ નોંધાઇ રહ્યો છે. જે પ્રકારે સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે અને આઇટી ફિલ્ડમાં રેન્સમ વાયરસ જેવા ખતરનાક વાયરસો અને એથીકલ હેકીંગ પ્રવૃત્તિઓનુું દૂષણ વધી રહ્યું છે તે જોતાં હવે આ ક્ષેત્રને સુરક્ષિત અને કવચ સમાન બનાવવાની તાતી જરૂર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks