અમદાવાદ, તા.ર
સ્વર્ગસ્થ જાણીતા ગઝલકાર જલન માતરીને સ્મરણાંજલિ અર્પવા સારું તા.૪થી એપ્રિલ ર૦૧૮ના રોજ સાંજે ૬ વાગે રા.વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સ્મરણાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ ગઝલકાર જલન માતરીને સ્મરણાંજલિ અર્પવા રાજેન્દ્ર શુકલ, હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, સૈમ્ય જોષી, એહતેમશામ જલન માતરી પણ હાજર રહેશે. જલન માતરીના અવસાન બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપણીએ જલન માતરીના પુત્ર એહતેશામભાઈને પત્ર લખી શોક સંદેશો પાઠવ્યો હતો. મુખ્યમંત્રીએ પાઠવેલા સંદેશામાં લખ્યું હતું કે તેમના મૃત્યુના સમાચારથી આખો તેમનો ચાહક વર્ગને દુઃખની લાગણી થઈ છે. અને તેમના પરલોક ગમનથી ગુજરાતી સાહિત્ય જગતમાં ન પૂરી શકાય એવી ખોટ પડી છે. તથા તેમની ચોટદાર અને ઉત્કૃષ્ટ ગઝલોના માધ્યમથી તેઓ પ્રત્યેક ગુજરાતી સાહિત્યપ્રેમીનાં હૃદયમાં ચિરકાળ જીવંત રહેશે. સ્વર્ગસ્થ જલન માતરીના આત્માને શાંતિ પ્રાપ્ત થાય તથા તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરી હતી.